Western Times News

Gujarati News

સત્તાનો કેટલો દુરૂપયોગ થાય એ કોંગ્રેસે કરી દેખાડ્યું: જીતુ વાઘાણી

સેતલવાડ ગેંગ મુદ્દે જીતુ વાઘાણીના પ્રહારો: વર્ષ ૨૦૦૨માં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા વિધ્ન સંતોષીઓએ આક્ષેપ કર્યા હતા: જીતુ વાઘાણી

અમદાવાદ,  ગુજરાતમાં ભાજપની સરકાર પાડવા અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હોવાના  ખુલાસા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે.

આજે સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨માં રમખાણો દરમિયાન ઁસ્ મોદીને બદનામ કરવા વિધ્નસંતોષીઓએ આક્ષેપ કર્યા હતા.

અમિત શાહે મીડિયાને પણ આ અંગે જણાવ્યું હતું. જીઝ્ર એ પણ કહ્યું હતું કે જેમને ખોટું કર્યું છે એમની સામે કાયદો કડક થવો જાેઈએ. પરંતુ આખરે સમગ્ર ઘટનાની હકીકત સામે આવી ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે તિસ્તા સેતલવાડ વિરુદ્ધના કેસમાં  SITની રચના કરી તપાસ કરી. જે ગત મોડીસાંજે કરવામાં આવેલા એફિડેવિટમાં જે હકીકત આવી છે, એ ચોંકાવનારી છે. સીટે ખુલાસો કર્યો છે કે ષડયંત્ર રચાયું એ વાત સાફ થઈ છે.

જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, ગુજરાત આ ષડયંત્રની બચ્યું અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ યથાવત રાખ્યો હતો. તિસ્તાની ગેંગ અને કોંગ્રેસને એમનું સમર્થન એ દુઃખદ બાબત છે. સોનિયાજી અને સ્વર્ગીય અહેમદ પટેલે જે રીતે કાવતરું રચ્યું હતું, તે ખરેખર આશ્ચર્યજનક છે.

અહેમદ પટેલે તિસ્તાને ૩૦ લાખ રૂપિયાનો હપ્તો સરકારની છબી ખરાબ કરવા અને બદનામ કરવા આપવામાં આવ્યો હતો. આ કેસમાં સ્વર્ગસ્થ હરેનભાઈ, અશોક ભટ્ટ આ તમામને ક્લીન ચીટ અપાઈ હતી. કોઈ પૂર્વાયોજીત કાવતરું સરકારનું નહોતું એ કોર્ટે નોંધ્યું છે. લોકોના વોટથી જે સરકાર બને છે, એ સરકાર આજે પણ સ્વીકારી શકતી નથી.

જે તે સમયે અલગ અલગ રાજ્યના કોંગ્રેસના નેતાઓ મોદીજી વિશે વાતો કરતા હતા. એ મુજબ એ તમામ એમાં સંડોવાયેલા હશે, એવું લાગે છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ પોતે કાવતરાખોર નીકળી છે. સત્તાનો કેટલો દુરુપયોગ થાય એ કોંગ્રેસે કરી બતાવ્યું છે. ૨૦૧૪ પહેલા નરેન્દ્રભાઈને કઈ હદ સુધી લઈ જવા એ સામે આવી રહ્યું છે.

નરેન્દ્રભાઈને બદનામ કરવાનું કાવતરું સામે આવી રહ્યું છે. રમખાણો કોના પ્રેરિત હતા એ સાબિત થયું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર આ બાબતને વખોડે છે. રાજ્યની જનતાએ હંમેશા ભાજપને મત આપીને જીતાડ્યા છે, ત્યારે ૨૦૨૨ અને ૨૪ માં પણ મત આપીને જીતાડશે એ ચોક્કસ છે. બોલતા પુરાવા સામે છે, આ કૃત્ય શરમજનક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.