Western Times News

Gujarati News

ગુજરાતના દરિયાકાંઠેથી મોટું સંકટ આખરે ટળી ગયું

અરબી સમુદ્રમાં ૭૦ કિમી દૂર વાવાઝોડું પસારઃ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ

(એજન્સી)અમદાવાદ, ઓખા ખાતે ગુજરાતના દરિયાકિનારથી ૭૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં વાવઝોડાના કારણે ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ દબાણ ઝોન તરીકે વર્ગીકૃત હવામાન પ્રણાલી પર શનિવાર સવારથી પોરબંદરના કિનારાથી ૧૦૦ કિમી પશ્ચિમમાં તેની રચના થઈ ત્યારથી નજર રાખી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રવિવાર સવારે જાહેર કરાયેલા બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે.

હવામાન વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, વાવાઝોડું આગામી ૪૮ કલાકમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં ઓમાનના દરિયાકાંઠા તરફ ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્રને પાર કરવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પૂર્વોત્તર અરબી સમુદ્ર પર દબાણ ઝોન છેલ્લા ૬ કલાકમાં પાંચ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

તે રવિવાર સવારે સાડા પાંચ વાગે ગુજરાતના પોરબંદરથી લગભગ ૧૭૦ કિમી પશ્ચિમ-પશ્ચિમોત્તર, ઓખાથી ૭૦ કિમી પશ્ચિમ-પશ્ચિમોત્તર, નલિયાથી ૭૦ કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને પાકિસ્તાનના કરાચીથી ૨૭૦ કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું.

હવામાન વિભાગે રવિવાર સાંજ સુધી ૫૫ કિમી પ્રતિ કલાક અને ક્યારેક ક્યારેક ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના દરિયાકાંઠા પર અને તેની આસપાસ રવિવાર સાંજ સુધી દરિયામાં સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે. માછીમારોને વાવાઝોડું સમાપ્ત ન થાય ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.