Western Times News

Gujarati News

૪૦ દિવસમાં ૪૯૦૦થી વધુ ગામોમાં પ્રથમ ડોઝ અને ૩૫૦૦ ગામોમાં બંને ડોઝનું 100% રસીકરણ

4900villages vaccinated in 40 days

“ હર ઘર દસ્તક 2.0” અંતર્ગત ૪૦ દિવસમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના રસીકરણ-તડકી , છાયડી કે પછી ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે આરોગ્યકર્મીઓની રાજ્યના ૩૭.૫૬ લાખ ઘરોમાં ઘર ઘર દસ્તક

“ હર ઘર દસ્તક 2.0 ” અંતર્ગત ૪૦ દિવસમાં ૭૩ હજાર થી વધુને રસીનો પ્રથમ ડોઝ, ૩.૮૦ લાખ લોકોને રસીનો બીજો ડોઝ અને ૪.૬૨ લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો

અત્રે મહત્વની બાબત એ છે કે, તડકી, છાયડી કે પછી ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે પણ રાજ્યના આરોગ્યકર્મીઓનું કોરોના સામે નાગરિકોને સુરક્ષા પ્રદાન કરાવવાનું સેવાકીય કાર્ય અવિરત ચાલતું રહ્યું છે. જેના પરિણામે ૪૦ દિવસમાં રાજ્યના ૩૭.૫૬ લાખ ઘરોની મુલાકાત લઇને ૯.૧૬ લાખ ડોઝની સિધ્ધી હાંસલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હર ઘર દસ્તક ના પ્રથમ તબક્કાની જવલંત સફળતા બાદ વધુમાં વધુ લોકોને પ્રિકોશન ડોઝ સહિતના અન્ય તબક્કાના કોરોનાની રસીના ડોઝ લગાડવા માટે ૧ લી જુનથી ૩૧ મી જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં  હર ઘર દસ્તક 2.0 કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

હર ઘર દસ્તક 2.0 હેઠળ વૃધ્ધો અને ડીફ્ર્ન્ટલી એબલ્ડ લાભાર્થીઓને સેફ્ટી અને તેમની અનુકૂળતા ધ્યાને રાખીને નિયર ટુ હોમ સી.વી.સી. સ્ટ્રેટજી થકી પ્રાથમિકતાના ઘોરણે રસીકરણ કરવામાં આવ છે. તદ્ઉપરાંત ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી , કિશોરો માટે પણ ખાસ આયોજન હાથ ધરીને રસીકરણ કરવામાં આવ્યું છે.

વધુમાં રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં રસીકરણની સઘન કામગીરી હાથ ધરીને ૧૨ થી વધુ વય જુથના લાભાર્થીઓ , બીજા ડોઝના લાભાર્થીઓ, ૧૨ થી ૧૭ ની વયના પ્રથમ ડોઝના લાભાર્થીઓ તેમજ હેલ્થ કેર વર્કર્સ,
ફ્ર્ન્ટલાઇન વર્કર્સ અને ૬૦ થી વધુની વયના વયસ્કો માટે પ્રિકોશન ડોઝ સત્વરે ઉપલબ્ધ કરાવીને કોરોના સામેનું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

હર ઘર દસ્તક અંતર્ગત ૧ લી જુન થી ૧૦ મી જુલાઇ એટલે કે ૪૦ દિવસમાં થયેલ કામગીરીની વિગતો જોઇએ તો , આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા રાજ્યના ગામડાઓના ૪૯,૫૦૯ ઘરોમાં એક વખત જ્યારે
૩૬,૧૫૮ જેટલા ઘરોમાં બે વખત મુલાકાત કરવામાં આવી છે. જેમાં ૪૯૬૧ જેટલા ગામડાઓમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૩૪૭૨ ગામળાઓમાં રસીનો બીજો ડોઝ ૧૦૦ ટકા સંપન્ન થયો છે.

૪૦ દિવસમાં રાજ્યના આરોગ્યકર્મીઓ દ્વારા ૭૩ હજાર થી વધુને લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૩.૮૦ લાખ લોકોને રસીનો બીજો ડોઝ અને ૪.૬૨ લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો

રાજ્યના હાટ, બજાર, માર્કેટ, સ્કુલ, કૉલેજમાં હર ઘર દસ્તક 2.0અંતર્ગત થયેલી રસીકરણની કામગીરી પર નઝર કરીએ તો ૧૨ થી ૧૮ ની વયજૂથના ૧૪,૨૨૭ જેટલા લાભાર્થીઓને આ પ્રકારની સ્થળો પર જઇને પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૮૪૪ લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ અને ૧.૧૦ લાખ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં હર ઘર દસ્તક નો પ્રથમ તબક્કો ૩ નવેમ્બર ૨૦૨૧ માં શરૂ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં ૧ કરોડ થી વધુ કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.