Western Times News

Gujarati News

બે એજન્ટોએ મળીને બોગસ લાઈટ બીલ બનાવી RTOમાં જમા કરાવ્યા

અમદાવાદ, અમદાવાદ RTOમાં ભલે એજન્ટપ્રથા બંધ થઈ હોય પણ આ માત્ર કહેવા પૂરતું હોય તેવી સ્થિતી છે. કારણકે તાજેતરમાં RTO ઇન્સ્પેકટરને બે એજન્ટોએ મળીને એક ગાડીની લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે મૂળ માલિકનાં ઘરનું બોગસ લાઈટ બીલ બનાવી આરટીઓમાં જમા કરાવી દિધું.

જાેકે તપાસમાં બોગસ ડોક્યુમેન્ટ હોવાનું ખુલતા મોટર વાહન નિરીક્ષકે ફરિયાદ નોંધાવતા બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝડપી પાડેલા બન્ને શખ્સોના નામ વસીમ કછોટ અને રીયાઝ મંસૂરી.

બન્ને આરોપીઓએ ભેગા મળી બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરીને ઇ્‌ર્ંમાં વાહનની કામગીરી માટેની એપ્લીકેશનમાં લોન કેન્સલ અને સરનામું ચેન્જ કરવા બનાવટી લાઈટ બીલ અપલોડ કર્યું હતું. જે લાઈટ બીલ અંગે ખરાઈ કરતા બનાવટી હોવાની જાણ થતા RTO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી.

જેને પગલે રાણીપ પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બેંક દ્વારા સીઝ કરવામાં આવેલી એક ટ્રક એક વ્યક્તિને વેંચવામાં આવી હતી.

જેમાં લોન કેન્સલ તેમજ એડ્રસ ચેન્જ કરવા માટે મૂળ માલિકનાં ડોક્યુમેન્ટની જરૂર પડતા બારોબાર એજન્ટો થકી આ સેટીંગ કરાવવામાં આવતું અને મૂળ માલિકની ગાડી બેંકે સીઝ કરી હોવાથી તે મંજૂરી ન આપે તેવી બાબતને લઈને વાહન ખરીદનારે આ કામગીરી આરોપીઓને ૬૦ હજાર રૂપિયામાં સોંપી હતી.

જેથી આરોપીઓએ લાઈટ બીલ કંપનીની સાઈટ પરથી ઈ બીલ ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી બોગસ બીલ બનાવ્યું હતું. હાલ તો રાણીપ પોલીસે બન્ને RTO એજન્ટોની ધરપકડ કરી અન્ય કોઈ ગુનાઓ આરોપીઓએ આચર્યા છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી છે.

પરંતુ સવાલ એ છે કે RTO અધિકારીઓના આંખ આડા કાન કરવાની નીતિ ક્યારે બંધ થાય છે અને એજન્ટ રાજ ક્યારે સંપૂર્ણ બંધ કરાવી શકે છે કે નહીં તે જાેવું રહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.