Western Times News

Gujarati News

પ્રહલાદનગર પાસે રિક્ષામાં બેઠેલી મહિલા લુંટાઈ

પર્સમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ સહિત સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.૧.૪૦ લાખની મત્તા લૂંટાઈ

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી બાઈક સ્વારો ચેઈન સ્નેચીંગ, મોબાઈલ તેમજ પાકિટો લૂંટી નાસી જવાના બનાવો વધ્યા છે છતાં શહેરનું પોલીસતંત્ર જાગતુ નથી પોલીસ માત્રને માત્ર વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવવાનું કામ કરી રહી છે જેના કારણે પ્રજામાં રોષ ફેલાઈ રહયો છે. શહેરના પ્રહલાદનગર પોલીસ મથકની હદમાં એક મહિલા રિક્ષામાં બેસી પોતાના ઘરે જઈ રહી હતી

તે દરમ્યાન રિક્ષામાં પોતાના ખોળામાં મૂકેલ કિંમતી સામાન તથા રોકડ રકમ ભરેલી બેગ બે બાઈકચાલકોએ ખેંચી લઈ નાસી છૂટયા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ જૂનાગઢના રહેવાસી ધારાબેન ગુરૂદત પરમાર (ઉ.વ.ર૮) રહે. ઓમશાંતિનગર વેજલપુર વ્યવસાયે શિક્ષિકા છે જેઓ જૂનાગઢથી અમદાવાદ એસ.ટી બસમાં આવ્યા હતા જેઓ પ્રહલાદનગર ખાતે સવારે પ.૦૦ વાગે રિક્ષામાં પોતાના ઘર તરફ જઈ રહયા હતા પોતાની સાથેની બેગ પોતાના ખોળામાં મૂકેલ હતી

આ દરમ્યાન બે અજાણ્યા બાઈક ચાલકોએ આવી ખોળામાં મૂકેલ બેગ ખેંચી નાસી છૂટયા હતા. ધારાબેને આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની બેગમાં સોના-ચાંદીના દાગીના સહિત પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ તેમજ અન્ય કિંમતી દસ્તાવેજા અને રોકડ રકમ મળી કુલ રૂ.૧ લાખ ૪૦ હજારની માલમત્તા હતી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.