Western Times News

Gujarati News

સ્પેનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાઃ ૧૦ દિવસમાં ૫૦૦ના મોત નિપજયાં

નવીદિલ્હી, સ્પેનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જીવલેણ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસમાં ગરમીના પ્રકોપને કારણે ૫૦૦ થી વધુ લોકોના મોત થયા છે.

સાંચેઝે કાર્લોસ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા આંકડા ટાંક્યા, જેમાં અગાઉના વર્ષોની સરેરાશ કરતાં આ વર્ષે વધુ મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ આંકડા માત્ર આંકડાકીય અંદાજાે છે, મૃત્યુના સત્તાવાર આંકડા નથી.

વડાપ્રધાને લોકોને સાવધાન રહેવા જણાવ્યું સાંચેઝે જણાવ્યું હતું કે, આ હીટવેવના કારણે ગરમી ભીષણ સ્વરૂપમાં જાેવા મળી રહી છે, જેના કારણે ૫૦૦ થી વધુ લોકોના મોત થયા છે. મે લોકોને વધુ સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ક્લાઈમેટ ઈમરજન્સી એ હકીકત છે.પશ્ચિમ યુરોપનો મોટા ભાગનો હિટવેવ તીવ્ર ગરમીની લપેટમાં હતો. સ્પેન પણ ગરમીનો સામનો કરી રહ્યું છે.

જેના કારણે તાપમાનનો પારો૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો અને ડઝનબંધ જંગલોમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે હજારો લોકોનો બચાવ થયોહતો, પરંતુ બે લોકોના મોત થયા હતા. ૯ જુલાઈથી ૧૮ જુલાઈ સુધી સ્પેનમાં તીવ્ર ગરમીનું મોજું જાેવા મળ્યું હતું.

બીજી તરફ બ્રિટન પણ ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. બ્રિટન એક સમૃદ્ધ દેશ છે અને તેની પાસે ગરમ તાપમાનને સ્વીકારવાનીક્ષમતા અને સંસાધનો છે. તેમ છતાં, છેલ્લાં દસ વર્ષોમાં ઇમારતોમાં અતિશય ગરમી અને આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વધતા જાેખમનેઘટાડવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. દેશ લાંબા સમય સુધી ૩૮ સે ઉપર સતત તાપમાનને નિયંત્રિત કરવા માટે તૈયાર નથી.

૨૦ ટકા વધુ ગરમ થવાની સંભાવના ૨૦ ટકા વધુ ગરમ થવાની સંભાવના યુકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય રીતે શિયાળા દરમિયાન ગરમી જાળવી રાખવા માટે રચાયેલા છે, પરંતુ ઉનાળામાં ગરમીને બહાર રાખવા માટે તેઅસરકારક હોવી જાેઈએ. વર્તમાન પરિસ્થિતિમાં, યુકેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આશરે ૨૦ ટકા વધુ ગરમ થવાના જાેખમમાં છે અનેસરેરાશ તાપમાન વધવાથી આ જાેખમ વધવાનો અંદાજ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.