Western Times News

Gujarati News

મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું વિતરણ કરાયું

Credit and revolving fund disbursed to self-help groups of industrious women

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી

‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે ધિરાણ અને રિવોલિંગ ફંડના વિતરણનો કાર્યક્રમ અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના 100થી વધુ સ્વસહાય જૂથોના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાની આવડત અને કૌશલ્ય પ્રમાણ ગ્રામ્ય કે તાલુકા સ્તરે આર્થિક ઉપાર્જન માટે મહેનત કરતી મહિલાઓ માટે નાણાકીય ઈંધણ સમાન ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 108 જૂથોને કેશ ક્રેડિટ લોન પેટે 108 લાખ રૂપિયાની ચુકવણી કરાઈ જ્યારે રિવોલ્વિંગ ફંડ પેટે 37 જૂથોને 9.30 લાખ ચુકવવામાં આવ્યા છે.

બેંક સખી તરીકે કાર્યરત અલ્કાબેન લકુમે પ્રતિભાવ આપતા પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. સખીમંડળના બહેનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાવવામાં મદદરૂપ થઈને તેઓ જિલ્લા-તાલુકા પંચાયત અને મહિલાઓ વચ્ચે કડી સમાન ભૂમિકા ભજવી રહ્યા છે.

અલ્કાબહેન ઉપરાંત આવી હજારો મહિલાઓ છે જે સ્વસહાય જૂથમાં ભાગીદાર બનીને સરકાર દ્વારા મળતા ધિરાણ અને સહાય થકી આજે પગભર બની છે. આ મહિલાઓએ આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માન્યો હતો.

વિવિધ લાભોના વિતરણ માટે આયોજીત આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી દયારામભાઈ પટેલ, DRDA નિયામક શ્રી આઈ.એસ.આહીર, તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂત, DLM શ્રી અપૂર્વ શાહ તેમજ જિલ્લાની NRLM ટીમ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.