Western Times News

Gujarati News

ઉડાન હોલિડેએ ૧૦૦ લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું

કેનેડા વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે ઠગાઈ

અમદાવાદ, કેનેડાના પરમિટ વિઝા આપવાના નામે ઠગાઈની ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે એક ઈસમની ધરપકડ કરી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં તેણે ઉડાન હોલિડેના નામની કંપની દ્વારા કરોડોની ઠગાઈ કરી છે.

પ્રાથમિક વિગતો મુજબ આરોપીએ અંદાજે ૧૦૦ લોકોના રૂપિયા મેળવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમિટના નામે ૩૯ લાખ ૪૧ હજાર રૂપિયા પડાવ્યા હતા. આરોપી ૧પથી ર૦ લાખમાં વર્ક પરમિટની લાલચ આપતો હતો.

ઉડાન હોલીડેના નામની કંપનીમાંથી કરોડોની ઠગાઈ ઝડપાઈ છે. આ કંપની કેનેડાના પરમિટ વિઝા આપવાના નામે ઠગાઈ કરતી હતી. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈ કરનાર હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ કહ્યું કે, આરોપીએ અંદાજે ૧૦૦ નાગરિકોના રૂપિયા મેળવી કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. જેમાં આરોપીએ વર્ક પરમિટના નામે ૩૯ લાખ ૩૧ હજાર રૂપિયા પડાવ્યા હતા વધુમાં કહ્યું કે સમગ્ર કેસમાં હર્ષિલ્‌ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી ૧પથી ર૦ લાખમાં વર્ક પરમિટની લાલચ આપતો હતો. આ સાથે ઈસમે ૧૦૦થી વધુ લોકો પાસેથી રૂપિયા ૩ કરોડથી વધુની ઠગાઈ કરી હતી.આ ઠગાઈ પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકો સાથે કરવામાં આવી હતી. આ હોલિડે નામની કંપની ર૦૧૮થી શરૂ કરવામાં આવી હતી.

હર્ષિલ પટેલ નામના આરોપીએ ર૦૧૮ હોલીડે નામની કંપની શરૂ કરી હતી જે બાદમાં તે લોકોને ૧પથી ર૦ લાખમાં કેનેડામાં વર્ક પરમિટની લાલચ આપતો હતો તેને પાલનપુર, મહેસાણા, વાપી અને અમદાવાદના લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા ૩ કરોડથી વધુની ઠગા ઈકરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.