Western Times News

Gujarati News

ઈવેન્ટ દરમિયાન કાર્તિકને શાહરુખ સાથે ભેટો થયો

નવી દિલ્હી, બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અત્યારે પોતાની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ની સફળતાને કારણે સાતમા આસમાને છે. કાર્તિક આર્યને અપકમિંગ પ્રોજેક્ટ માટે કામ શરુ કરી દીધું છે. આ દરમિયાન તેની મુલાકાત મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન કિંગ ખાન શાહરુખ ખાન સાથે થઈ હતી. કાર્તિક આર્યન અને શાહરુખ ખાન એકબીજાને ભેટ્યા હતા અને હળવી ક્ષણો માણી હતી.

બન્ને અભિનેતાઓની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે કાર્તિક અને શાહરુખ એકબીજાના કાનમાં કંઈક કહી રહ્યા છે. બન્ને અભિનેતાઓના ફેન પેજ દ્વારા આ વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. ફેન્સ અટકળો લગાવી રહ્યા હતા કે આખરે તેમણે એકબીજાને શું કહ્યું હશે. પરંતુ કાર્તિક આર્યને પોતે જ આ વાતનો ખુલાસો આપી દીધો છે.

નોંધનીય છે કે શાહરુખ અને કાર્તિકની મુલાકાત ઉમંગ ૨૦૨૨ ઈવેન્ટ દરમિયાન થઈ હતી. કાર્તિક આર્યને તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુ દરમિયાન જણાવ્યું કે, મેં તેમને કાનમાં પૂછ્યું કે, ભૂલ ભુલૈયા ૨ જાેઈ કે નહીં સર? શાહરુખ ખાને અભિનેતાને એવો જવાબ આપ્યો કે તે ખુશ થઈ ગયો હતો. શાહરુખે કાર્તિકને જવાબ આપ્યો કે, જાેઈ છે બેટા અને તેં ઘણું સારું કામ કર્યું છે.

નોંધનીય છે કે કાર્તિક આર્યન શાહરુખ ખાનનો મોટો ફેન છે. તાજેતરમાં જ તેણે એક વાતચીત દરમિયાન કહ્યુ હતું કે, શાહરુખ ખાન માટે કિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મને કિંગ કહેવામાં આવે તો પહેલા તો સારું લાગે છે પણ હું તે ટેગ સ્વીકારવા તૈયાર નથી, હજી મારે ઘણું કામ કરવાનું બાકી છે.

કિંગ નહીં, પ્રિન્સ તમે મને કહી શકો છો. ઉલ્લેખનીય છે કે પ્યાર કા પંચનામા, સોનુ કે ટિટ્ટુ કી સ્વિટી અને હવે ભૂલ ભુલૈયા ૨ પછી કાર્તિક આર્યનની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. ભૂલ ભુલૈયા ૨માં કાર્તિકની સાથે કિયારા અડવાણી, તબૂ, રાજપાલ યાદવ સહિતના કલાકારો હતા. ફિલ્મે વર્લ્ડવાઈડ ૨૩૦ કરોડથી વધારે કમાણી કરી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર પણ ફિલ્મ ઘણું સારું પર્ફોર્મ કરી રહી છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો કાર્તિક આર્યન હવે રોહિત ધવનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ શહેઝાદામાં જાેવા મળશે જેમાં તેની સાથે કૃતિ સેનન પણ હશે. આ સિવાય તે સાજિદ નાડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ સાથે પણ કામ કરશે, જે ફિલ્મ કબીર ખાન ડાઈરેક્ટ કરશે.

આ સિવાય તે હંસલ મહેતાની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયામાં પણ જાેવા મળશે. શાહરુખ ખાનની વાત કરીએ તો હવે તેની ફિલ્મ પઠાન અને જવાન રીલિઝ થશે. આ સિવાય રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં પણ તે જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.