Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મજા માણવા પ્રવાસીઓનો ધસારો

નર્મદા, નર્મદા જિલ્લો ૪૩ ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે વળી અહીં પ્રાકૃતિક સૌંદર્યની પણ હાળમાળા છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડ્યો અને જેને કારણે જંગલ વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જંગલની મજા માણવા પ્રવાસીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે એટલેજ નર્મદાને મિનિકાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે.

તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડા અને પહાડો અને એની વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય જાેવું એક અદ્ભુભૂત લહાવો છે. તેમાંય જાે ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે વાત જ અલગ હોય છે.

હાલ ત્યારે ભરપૂર વરસાદનાની સિઝન ચાલી રહી છે જેના કારણે અહીંયાના ડુંગરો લીલાછમ બની ગયા છે. જંગલમાં વહેતાં ઝરણાં પણ પાણીથી ભરપૂર રહ્યા છે.

ત્યારે આ સિઝનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા તેમજ આ વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ ભારતભરમાંથી આવી રહ્યા છે. પ્રવાસીઓ કહી રહયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સાથે અન્ય કોઈ ને સરખાવાય નહિ એવી અનુભૂતિ. અહીંયા આવનાર પ્રવાસીઓ કરી રહ્યા છે, નર્મદા જિલ્લો વન આચ્છાદિત જિલ્લો છે.

અહીંયા સાતપુડા અને વીંદ્યાચાલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે. ચોમાસામાં આ ગિરિકંદરાઓએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો કેવડિયા એકતા નગરમાં જાેવા મળે છે. વરસતા વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય અદભુત મીની કાશ્મીરની યાદ અપાવે છે. ત્યારે આવા સુંદર વતાવરણને માણવા પ્રવાસીઓ અહીંયા આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.