Western Times News

Gujarati News

કરીના કપૂરે કહ્યું ફિલ્મ સારી હશે તો રિસ્પોન્સ સારો મળશે

મુંબઈ, સોશિયલ મીડિયા કોઈ પણ મુદ્દા પર ત્વરિત રિએક્શન આપવા માટેનું બેસ્ટ માધ્યમ બની ગયું છે. આજ-કાલ આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને છે. તેઓ ટિ્‌વટર પર બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા ટ્રેન્ડ કરી રહ્યા છે અને ફિલ્મ ન જાેવા પાછળ કારણ જણાવી રહ્યા છે.

ઘણા સમયથી લીડ કાસ્ટ ફિલ્મની રાહ જાેઈ રહી હતી અને જ્યારે તે રિલીઝ થવાને આરે છે ત્યારે તેમના ફ્લોપ જવાનો ભય પેસી ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક દિવસ પહેલા જ પ્રેસ ઈવેન્ટમાં આમિર ખાને લોકોને તેની ફિલ્મ બોયકોટ ન કરવાની અને જાેવાની વિનંતી કરી હતી. આ અંગે કરીના કપૂરનું રિએક્શન સામે આવ્યું છે.

જ્યારે સોશિયલ મીડિયા દ્વારા પ્લેટફોર્મ પર ફિલ્મ વિશે જે લખવામાં આવી રહ્યું છે તે વિશે પૂછતાં કરીના કપૂરે કહ્યું હતું કે, આજે સુલભતા હોવાના કારણે દરેકની પાસે અવાજ છે. અલગ-અલગ પ્લેટફોર્મ છે.

દરેકનો પોતાનો અભિપ્રાય છે. તો, જાે બધું તે તરફ જઈ રહ્યું હોય તો, તમારે અમુક બાબતોને અવગણતા શીખવું પડશે. નહીં તો તમારા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જશે, તેમ એક્ટ્રેસે વાતચીતમાં કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે, જાે ફિલ્મ સારી હશે, તો રિસ્પોન્સ પણ સારો મળશે અને તે કંઈ પણ વટાવી જશે.

ટિ્‌વટર પર ઈંમ્ર્અર્ષ્ઠંંન્ટ્ઠટ્ઠઙ્મજીૈહખ્તરઝ્રરટ્ઠઙ્ઘઙ્ઘરટ્ઠ વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે, બોયકોટ બોલિવુડ…બોયકોટ આમિર ખાન…બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા…આ બધું જાેઈને મને દુઃખ થાય છે કારણ કે જે લોકો આવી વાત કરી રહ્યા છે, તેઓ માને છે કે, હું તેવી વ્યક્તિ છું જેને ભારત દેશ પસંદ નથી. તેઓ તેમના દિલથી તેવું માને છે, પરંતુ તે સાચી વાત નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો એવું અનુભવે છે. એવું નથી. મારી ફિલ્મ બોયકોટ ન કરવાની વિનંતી કરું છું. મારી ફિલ્મ જાેવાની વિનંતી કરું છું’

આમિર ખાને ૨૦૧૫માં જે નિવેદન આપ્યું હતું તેને લઈને લોકોમાં રોષ છે. તેણે કહ્યું હતું આપણા દેશમાં ખૂબ જ અહિષ્ણુતા છે, કેટલાક લોકો તેવા છે જેઓ દુષ્ટતા ફેલાવે છે. આ સમયે આમિર ખાનનો તો વિરોધ થયો જ હતો પરંતુ તેની પૂર્વ પત્ની કિરણ રાવ પણ નફરતનો શિકાર બની હતી જેણે પોતાના બાળકની સુરક્ષા માટે દેશ છોડવાનો વિચાર રજૂ કર્યો હતો. જણાવી દઈએ કે, ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.