Western Times News

Gujarati News

લંડનમાં ડંકીનું શૂટિંગ કરીને શાહરુખ ખાન પરત ફર્યો

મુંબઈ, શાહરુખ ખાન હાલમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરુખ ખાન છેલ્લે ૨૦૧૮માં ફિલ્મ ઝીરોમાં જાેવા મળ્યો હતો. હવે શાહરુખ ખાનની એક પછી એક એમ ત્રણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. શાહરુખ ખાન લંડનમાં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ના શૂટિંગ અર્થ ગયો હતો. હવે શાહરુખ ખાન ભારત પરત ફર્યો છે. શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયો હતો.

શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર પોતાની મેનેજર પૂજા તથા બૉડીગાર્ડ રવિ સાથે જાેવા મળ્યો હતો. આ પહેલી વાર હતું કે શાહરુખ ખાને માસ્ક કે છત્રીમાં ચહેરો છુપાવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં શાહરુખના દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. ત્યારબદાથી તે જ્યારે પણ એરપોર્ટ કે પબ્લિક પ્લેસ પર આવતો તો માસ્ક ને છત્રીમાં ચહેરો છુપાવતો હતો.

આ વર્ષે ઈદ પર બાબા સિદ્દીકીની પાર્ટીમાં તેણે રેડ કાર્પેટ પર કમને પોઝ આપ્યા હતા. કરન જાેહરની ૫૦મી બર્થડે પાર્ટી (૨૫ મે)માં શાહરુખ ખાને બેક સ્ટેજ એન્ટ્રી લીધી હતી.

એરપોર્ટ પર શાહરુખ પ્લેન વ્હાઇટ ટીશર્ટ, બ્લૂ પેન્ટ તથા જેકેટમાં જાેવા મળ્યો હતો. તેણે બ્લેક કેપની સાથે સનગ્લાસ પહેર્યા હતા. હાલમાં જ શાહરુખ ખાને બોલિવૂડમાં ૩૦ વર્ષ પૂરા કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન ૨૦૧૮માં ઝીરોમાં જાેવા મળ્યો હતો. હવે ૨૦૨૩માં સૌ પહેલાં શાહરુખ ખાનની પઠાન રિલીઝ થશે. ત્યારબાદઅને જવાન પછી ડંકી રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.