Western Times News

Latest News from Gujarat India

KBCના સેટ પર આવતાં જ હાથ-પગ ધ્રૂજવા લાગે છે

મુંબઈ, ૭૯ વર્ષીય અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૪મી સિઝનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ બિગીએ આ શો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે જ્યારે પણ આ શોના સેટ પર આવે છે, ત્યારે તે નર્વસ થઈ જાય છે અને તેમને ડર પણ લાગે છે. આટુલં જ નહીં બિગ બીએ એમ પણ કહ્યું હતું કે તે કેવી રીતે આ શો માટે પોતાને તૈયાર કરે છે.

અમિતાભને સવાલ કરવામાં આવ્યો કે તે દર વર્ષે કેમ આ ગેમ શો હોસ્ટ કરે છે? જવાબમાં કહ્યું હતું કે જે લોકો સેટ પર આવે છે, તે જ લોકો તેમને અહીં પાછો ખેંચીને લાવે છે.

સ્ટેજ પર તેમનું જે રીતે સ્વાગત કરવામાં આવે છે અને હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે જાેઈને દર વર્ષે આ શો હોસ્ટ કરે છે. શોની તૈયારીઓ અંગે વાત કરતાં અમિતાભે કહ્યું હતું કે જ્યારે તે સેટ પર આવે છે તો તેમને હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેમને પહેલો વિચાર આવે કે તે આ કરી શકશે કે નહીં. આ બધું કેવી રીતે થશે? તેમને રોજ ડર લાગે છે.

જાેકે, જ્યારે તે અહીંયા આવીને ચાહકોને જુએ છે તો તેમને પ્રેરણા મળે છે. સેટ પર તે પહેલાં દર્શકોનો આભાર માને છે.
‘KBC’ની ૧૪મી સિઝન સાત ઓગસ્ટે ઓન એર થશે. ૨૦૧૩થી શોની વિનિંગ પ્રાઇઝ સાત કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જાેકે, આ વખતે ભારતને આઝાદ થયે ૭૫ વર્ષ પૂરા થતાં વિનિંગ પ્રાઇઝ ૭.૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે.

શોના ફર્સ્ટ એપિસોડમાં આમિર ખાન, બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, ફુટબોલર સુનીલ છેત્રી સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવશે. અમિતાભ બચ્ચને વર્ષ ૨૦૦૦થી આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers