Western Times News

Gujarati News

ચીનના આ શહેરમાં લોકડાઉન લદાતાં પર્યટકો ફસાયા

બીજિંગ, ચીનના પર્યટકોમાં હોટસ્‍પોટ ગણાતા સાન્‍યા શહેરમાં કોરોના વાઈરસના નવેસરથી કેસ નોંધાતાં વહીવટીતંત્ર અત્‍યંત સતર્ક બની ગયું છે અને રોગચાળાને ફેલાતો રોકવા માટે અનેક પગલાં લીધાં છે. આ શહેરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્‍યું છે. આને કારણે આ ટાપુ પર હજારો પર્યટકો ફસાઈ ગયાં છે.

શહેરના સત્તાવાળાઓએ ગઈ ૬ ઓગસ્‍ટથી લોકડાઉન લાગુ કર્યું છે અને ટ્રાન્‍સપોર્ટ સેવાઓમાં નિયંત્રણો અમલમાં મૂક્‍યા છે. હજારો પર્યટકો અહીંના સમુદ્રકિનારાઓ પર મજા માણવા માટે આવ્‍યાં છે, પરંતુ લોકડાઉનને કારણે એમને હોટેલમાં જ રહેવાની ફરજ પડી છે. લોકડાઉન આવતા શનિવાર સુધી અમલમાં રહેવાનું છે.

દક્ષિણ ચીનમાં આવેલા ટાપુ-પ્રાંત હૈનનના સાન્‍યા શહેરમાં લોકોને એમની હોટેલ્‍સમાં જ ગોંધાઈ રહેવાની ફરજ પડી છે. ૨૦૨૧માં જયારે દુનિયાના અનેક દેશોમાં કોરોના ફેલાયો હતો ત્‍યારે આ શહેરમાં માત્ર બે જ કેસ નોંધાયા હતા. પરંતુ હાલ કોરોના-દર્દીઓની સંખ્‍યા ઓચિંતી વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.