Western Times News

Gujarati News

“બિગ બોસ ૧”માં રુપાલી ગાંગુલીએ ભાગ લીધો હતો

મુંબઈ, અભિનેત્રી રુપાલી ગાંગુલીની ગણતરી અત્યારે ટીવીની ટૉપ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તેનો ટીવી શૉ અનુપમા અત્યારે ટીઆરપીની રેસમાં સૌથી આગળ હોય છે.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોથી એક્ટિંગ કરિયરની શરુઆત કરનારી રુપાલી ગાંગુલીને અનુપમાના પાત્રમાં મોટાભાગે રડતી દર્શાવવામાં આવે છે.

પરંતુ રિયલ લાઈફમાં તે સાવ અલગ છે. તેણે ખતરોં કે ખિલાડી જેવા સ્ટંટ બેસ્ડ રિયાલિટી શૉ સિવાય બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ બિગ બોસની સૌથી પહેલી સિઝનમાં તે જાેવા મળી હતી. તેની રાથે રવિ કિશન અને રાખી સાવંત જેવા કન્ટેસ્ટન્ટ પણ હતા.

રુપાલી ગાંગુલીએ પોતે ૨૦૦૮માં આપેલા એક ઈન્ટર્વ્યુમાં સ્વીકાર્યુ હતું કે, તેણે અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યુ પણ તેને સ્ટારડમનો અનુભવ બિગ બોસ પછી મળ્યો હતો.

અનુપમા સીરિયલમાં જેમ રુપાલી ગાંગુલીને અવારનવાર રડવાના સીન કરવા પડે છે, તેમ બિગ બોસના ઘરમાં પણ તે ઘણી વાર રડતી હતી. અને તેની રડવાની આ જ આદતને કારણે ઘરના બાકીના સભ્યોએ તેને ક્રાય બેબી નામ આપ્યુ હતુ.

આટલુ જ નહીં, આ સિઝન દરમિયાન રાખી સાવંતે રુપાલી ગાંગુલીનું નામ રવિ કિશન સાથે જાેડ્યુ હતું, જે વાતને કારણે રુપાલી અને રાખીની મોટી લડાઈ થઈ ગઈ હતી. રાખી સાવંત અવારનવાર રુપાલી ગાંગુલીને રવિ કિશનનું નામ લઈને ચીડવી રહી હતી. તેની સાથે ઘરના અન્ય સભ્યો પણ સામેલ હતા. રુપાલી ગાંગુલી આમ પણ ક્રાય બેબી નામ મળવાને કારણે પરેશાન હતી.

રુપાલી ગાંગુલીનો મૂડ ખરાબ હતા અને તે કોઈની સાથે વાત કરવા નહોતી માંગતી. પરંતુ રાખી સાવંત તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી હતી, અને આખરે રુપાલી ગાંગુલીએ બધો જ ગુસ્સો રાખી સાવંત પર નીકાળ્યો હતો. રિપોર્ટ અનુસાર બિગ બોસ ૧ના ફિનાલે એપિસોડના શૂટ રિહર્સલ દરમિયાન પણ રાખી સાવંત અને રુપાલી ગાંગુલીની મોટી લડાઈ થઈ હતી.

આપણે સૌ જાણીએ છીએ કે બિગ બોસના ઘરમાં કન્ટેસ્ટન્ટ્‌સના સમીકરણો બદલાતા રહે છે. સોશિયલ મીડિયા પર એવી પણ ક્લિપ જાેવા મળે છે જેમાં રાખી અને રુપાલી એકબીજા સાથે સુખ દુખની વાતો કરી રહ્યા છે. તે સમયે રુપાલી ગાંગુલી ૭૨મા દિવસે બેઘર થઈ ગઈ હતી. બહાર આવ્યા પછી પણ તેણે રાખી સાવંતની આકરી ટીકા કરી હતી.

એક વાતચીત દરમિયાન જ્યારે રુપાલી ગાંગુલીને પૂછવામાં આવ્યું કે, રાખી સાવંત અને કાશ્મીરા શાહ સાથે તેના ઈક્વેશન કેવા છે તો અભિનેત્રીએ કહ્યું કે, ૧૦૦ કાશ્મીરા શાહ એક રાખી સાવંતના બરાબર છે. જ્યારે અમે મળીએ છીએ એકબીજાને હાઈ-હલો કહીએ છીએ.

પરંતુ મારા જીવનમાં રાખી સાવંતનું કોઈ મહત્વ નથી. રુપાલી ગાંગુલીએ ક્રાય બેબીના ટેગ વિશે કહ્યુ હતું કે તે રિયલ લાઈફમાં એવી જ છે. તે બાળપણથી જ કોઈની કોઈ વાત પર રડી પડતી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.