Western Times News

Gujarati News

આકાશ BYJU’S દ્વારા ગર્લ ચાઇલ્ડના વિકાસ માટે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલની શરૂઆત

તેની ફ્લેગશિપ નેશનલ સ્કોલરશીપ એક્ઝામ – ANTHE 2022 ના ભાગ રૂપે લગભગ 2,000 વંચિત અને કન્યા વિદ્યાર્થીઓને મફત NEET અને JEE કોચિંગ અને સ્કોલરશીપ પુરી પાડવામાં આવશે

• આ પહેલ ખાસ કરીને કન્યા વિદ્યાર્થીઓ જેઓ આર્થિક રીતે નબળાં પરિવારમાંથી આવે છે અને એક ગર્લ ચાઇલ્ડ અથવા સિંગલ પેરેન્ટ્સ (માતા) ધરાવતા પરિવારોની મદદ માટે છે

• આ પ્રોજેક્ટ અનુસાર તમામ પસંદગી પામનાર વિદ્યાર્થીઓની આકાશ BYJU’S ની નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ  – 2022 (ANTHE 2022), જે સંસ્થાની ફ્લેગશીપ સ્કોલરશીપ એક્ઝામ છે, તે 5  થી 13 નવેમ્બર, 2022ની વચ્ચે દેશભરમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં યોજાશે.

• એજ્યુકેશન ફોર ઓલ પહેલની સ્કોલરશીપ એ રેગ્યુલર ANTHE સ્કોલરશીપ ઉપરાંતની છે. ભૂતકાળની જેમ, ANTHE 2022, 13મી એડિશન, હોશિયાર વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ તેમજ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર પરિક્ષાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત કરશે.

ક્વિક ફેક્ટ્સ –
• ANTHE એ એક કલાકની પરીક્ષા છે અને તે 5થી 13 નવેમ્બર, 2022 દરમિયાન લેવામાં આવશે.
• આ પરીક્ષા નિર્ધારિત તમામ દિવસોમાં ઓનલાઈન સવારે 10:00 થી સાંજના 07:00ની દરમિયાન યોજવામાં આવશે, જ્યારે ઑફલાઇન પરીક્ષા 6 અને 13 નવેમ્બર, 2022 દરમિયાન આકાશ BYJU’Sના દેશભરના તમામ 285+ સેન્ટરો પર દરરોજ સવારે 10:30 થી 11:30 અને બપોરે 04:00 થી 05:00ની વચ્ચે બે શિફ્ટમાં લેવામાં આવશે:

• વિદ્યાર્થીઓ તેમના માટે અનુકૂળ હોય તેવો એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.
• ANTHEની પરિક્ષા કુલ 90 માર્કની છે અને તેમાં 35 મલ્ટિપલ- ચોઇસના પ્રશ્નોનો સમાવેશ થાય છે જે વિદ્યાર્થીઓના ગ્રેડ અને પસંદગી મુજબના સ્ટ્રીમ પર આધારિત છે.

• સ્કોલરશીપ ઉપરાંત, 5 વિદ્યાર્થીઓ માતાપિતા સાથે NASAની મફત ટ્રીપ પણ જીતશે.
• ANTHE એ તેની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે.
• વધુ માહિતી માટે, •anthe.aakash.ac.in પર લોગ ઓન કરો

અમદાવાદ , ભારત સરકારની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલની ઉજવણી કરવા માટે, ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ BYJU’S એ ‘સૌની માટે શિક્ષણ’ (એજ્યુકેશન ફોર ઓલ) દ્વારા ઉચ્ચ અભ્યાસ  માટે ખાનગી કોચિંગના ક્ષેત્રમાં કન્યા વિદ્યાર્થીઓની સમાવેશક અને સશક્તિકરણની દિશામાં એક મોટા અભિયાનનું  આયોજન કરવામાં આવી રહ્યુ છે, જે એક રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ છે જેમાં વંચિત પરિવારોની ધોરણ VII-XIIની લગભગ 2,000 વિદ્યાર્થીઓને, ખાસ કરીને છોકરીઓને મફત NEET અને JEE કોચિંગ અને સ્કોલરશીપ પુરી પાડવામાં આવશે.

આ અભિયાનની શરૂઆત આજે સમગ્ર ભારતભરમાં એકસાથે 45 સ્થાનો પર કરવામાં આવી હતી, જેમાં મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં જેડબ્લ્યુ મેરિયોટ હોટેલ, એરોસિટી ખાતે યોજાયો હતો જેમાં આકાશ BYJU’ના શ્રી જે.સી. ચૌધરી, ચેરમેન; શ્રી આકાશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર અને મિસ્ટર અભિષેક મહેશ્વરી, સીઈઓ અને કંપનીના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આકાશ BYJU’S ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી જેઓ ANTHE દ્વારા સંસ્થાનો હિસ્સો બન્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ટ્રોફી અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ માટે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓની આકાશ BYJU’S ની નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ – 2022 (એન્થે 2022), જે સંસ્થાની ફ્લેગશીપ સ્કોલરશીપ એક્ઝામ છે, તે 5 થી 13 નવેમ્બર, 2022 દરમિયાન દેશભરમાં ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે યોજાવાની છે. જેમાં વિશેષ વિચારણાઓના આધારે ટોચના 2,000 વિદ્યાર્થીઓને આકાશ BYJU’S ના NEET અને IIT-JEE કોચિંગ પ્રોગ્રામ્સ માટે મફત કોચિંગ આપવામાં આવશે.

આ લાભ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે, આકાશ પસંદગીની એનજીઓ સાથે ભાગીદારી કરશે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગની માત્ર કન્યાઓ અને સિંગલ પેરેન્ટ્સ (માતા)ની વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

આકાશ BYJU’S પાસે સમગ્ર ભારતભરમાં લગભગ 285+ સેન્ટરો સાાથેનું નેટવર્ક છે, જે દેશની કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કરતા સૌથી વધુ છે. દરેક સેન્ટરમાં સરેરાશ 9 વર્ગો ચાલે છે.

‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલ વિશે જણાવતા, આકાશ BYJU’Sના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આકાશ ચૌધરીએ કહ્યુ કે, “આટલા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીઝમાં રહીને, અમે જોઈ રહ્યા છીએ કે મેડિકલ અને એન્જિનિયરિંગ એજ્યુકેશન માટેની આકાંક્ષાઓ ફક્ત આપણા દેશમાં જ વધી રહી છે.

આપણું યંગ માઇન્ડ આ બે ક્ષેત્રો અને સામાજિક યોગદાન અને સેલ્ફ ડેવલપમેન્ટ  માટે તેમના દ્વારા પુરી પાડવામાં આવતી તકોથી આશ્ચર્યચકિત છે. જો કે, એવા લાખો વિદ્યાર્થીઓ છે કે જેમને ખાનગી કોચિંગ પરવડી શકે તેમ નથી જે તેમના દ્વારા એટ્રેન્સ એક્ઝામને પાસ કરવાની સંભાવનાઓને ઘણી વધારી શકે છે.

એફોર્ડબિલિટીનો પ્રશ્ન એ  લિંગ અસમાનતા છે, જ્યાં પરિવારો ચોક્કસ ગ્રેડથી વધારે છોકરીઓને શિક્ષણ આપવા માટે ખર્ચ કરવા આગળ આવતા નથી. આ બાબતો વંચિત સમુદાયો અને સામાન્ય રીતે કન્યા વિદ્યાર્થીઓના મનોબળને નબળું પાડે છે. ‘એજ્યુકેશન ફોર ઓલ’ દ્વારા અમે આવા વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સીસ માટે કોચિંગની તકોનો દાયરો વધારવા અને વિસ્તરણ કરવા માટે અમારા સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છીએ.”

તેમણે ધ્યાન દોર્યું કે પસંદગી પામનાર વિદ્યાર્થીઓને આપવામાં આવતા કોચિંગની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. “આકાશ BYJU’S ના ઝડપી વિસ્તરતા નેટવર્કમાં અમારા દરેક સેન્ટરને માત્ર કોચિંગમાં જ નહીં પરંતુ સમાવેશક અને મહિલા સશક્તિકરણમાં પણ બેસ્ટ સેન્ટર તરીકે રૂપાંતરિત કરવાનો વિચાર છે. અમને વિશ્વાસ છે કે આ પહેલને ગરીબ પરિવારો અને સિંગલ ગર્લ અથવા સિંગલ પેરેન્ટ અથવા બંનેને જબરજસ્ત પ્રતિસાદ મળશે.”

એજ્યુકેશન ફોર ઓલ પહેલની સ્કોલરશીપ એ રેગ્યુલેર ANTHE સ્કોલરશીપ ઉપરાંતની  છે. ભૂતકાળની જેમ, ANTHE 2022, 13મી એડિશન, હોશિયાર વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશીપ ઓફર કરાશે – તેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોચના વિદ્યાર્થીઓને રોકડ ઈનામો પણ આપવામાં આવશે. આ ઉપરાંત, 5 વિદ્યાર્થીઓ માતાપિતા સાથે નાસાની મફત ટ્રીપ પણ જીતી શકશે. ANTHE એ શરૂઆતથી લઇ અત્યાર સુદીમાં 33 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ઓફર કરી છે.

NTHE એ એક કલાકની પરીક્ષા છે.  જે પરિક્ષાના તમામ દિવસો દરમિયાન  સવારના 10:00 થી સાંજે 07:00 ની વચ્ચે ઓનલાઈન યોજવામાં આવશે, જ્યારે ઑફલાઈન પરીક્ષા સમગ્ર દેશમાં આકાશ BYJU’S ના તમામ 285+ સેન્ટરો પર 6 અને 13 નવેમ્બર, 2022 ના રોજ બે શિફ્ટમાં સવારે 10:30 થી 11:30 અને સાંજે 04:00 થી 05:00 દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના માટે અનુકૂળ હોય તેવો એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.

ANTHEની પરિક્ષા કુલ 90 માર્કની હોય છે. તેમાં 35 મલ્ટિપલ – ચોઇસીના પ્રશ્નોનો સમાવેશ થાય છે જે વિદ્યાર્થીઓના ગ્રેડ અને પસંદગી મુજબના સ્ટ્રીમ પર આધારિત છે. ધોરણ VII-IXના વિદ્યાર્થીઓ માટેના આ પ્રશ્નો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ અને મેન્ટલ એબિલિટીના હશે.

જેમાં મેડિકલ એજ્યુકેશનનામહત્વાકાંક્ષી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને મેન્ટલ એબિલિટીને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે તે જ ધોરણના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેની પરિક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને મેન્ટર એબિલિટીના પ્રશ્નોને આવરી લેવાયા છે.  અને, ધોરણ XI-XII ના વિદ્યાર્થીઓ માટે કે જેઓ NEET માટેનો ટાર્ગેટ ધરાવે છે, તેમની માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝુઓલોજી તેમજ એન્જિનિયરિંગના પરિક્ષાર્થીઓ માટે ફિઝિક્સ. કેમેસ્ટ્રી, મેથેમેટિક્સના પ્રશ્નો હશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.