Western Times News

Gujarati News

સરકારી ભરતી પ્રક્રિયા પારદર્શક કરી ૧૦ લાખ લોકોને નોકરી અપાશે: AAP

પ્રજા આમ આદમી પાર્ટીની સાથે છેઃ કેજરીવાલ

હિંમતનગર, વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં વિદ્યા સહાયકો યુજીવીસીએલના કર્મચારીઓ,

જીઆરડી કર્મચારીઓ સહિતના લોકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પ્રજા ઉપયોગી કામ કરાશે તેમ કેજરીવાલે જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પ્રજા આમ આદમી પાર્ટીની સાથે છે. દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં લોકોને સારી

સરકારી હોસ્પિટલોની સેવાનો લાભ, સારીસરકારી શાળાઓનો લાભ મળશે. સરકારી ભર્તી પ્રક્રિયામાં ખૂબજ પારદર્શક કરીને ૧૦ લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે જેમાં સૌથી વધુ ૧ લાખ નવા શિક્ષકોની નિમણુંક કરાશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો મફત વીજળી, મફત આરોગ્ય સેવાઓ,

મફત શિક્ષણ સહિત ભ્રષ્ટાચારને અંકુશમાં લેવામાં તેના તમામ પ્રયાસો કરવામાં આવશે. દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે, સરકારી શાળાઓ તથા વિદ્યા સહાયકોના પડતર પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. સમાન કામ, સમાન વેતન નિયમ અનુસાર હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.