Western Times News

Gujarati News

અમેરિકી બજારની નબળાઈની અસર ભારતીય શેરબજારોમાં પણ જોવા મળી રહી છે.

મુંબઇ, અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે નબળાઈની અસર ભારતીય શેરબજારોમાં પણ જાેવા મળી રહી છે. ૩૦ અંકવાળો સેન્સેક્સ ૧૬.૩૨ અંક ગગડીને ૫૯૦૧૪.૯૮ સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી ૨.૨૦ પોઈન્ટ ચડીને ૧૭૫૭૯.૭૦ના સ્તરે ખુલ્યો. થોડીવાર રિકવરી રહ્યા બાદ ફરી બંને સૂચકઆંક લાલ નિશાનમાં પહોંચી ગયા અન મોટો કડાકો જાેવા મળ્યો.

સવારે ૯.૪૫ વાગે સેન્સેક્સ ૨૫૧.૯૯ પોઈન્ટ ગગડીને ૫૮૭૭૯.૩૧ના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી ૭૧.૨૦ પોઈન્ટ તૂટીને ૧૭૫૦૬.૩૦ પોઈન્ટના સ્તરે પહોંચી ગયો છે. આજે પણ બજારમાં ઉતાર ચડાવની સ્થિતિ જાેવા મળી શકે છે.

નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, એપોલો હોસ્પિટલ, આઈટીસી, સન ફાર્માના શેર જાેવા મળી રહ્યા છે જ્યારે હાલ સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ, આઈટીસી, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પોરેશન, રિલાયન્સના શેર જાેવા મળી રહ્યા છે.

નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્‌સ, ડિવિસ લેબ્સ, ટાઈટન કંપની, મારુતિ સુઝિકીના શેર જાેવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં એશિયન પેઈન્ટ્‌સ, ટાઈટન કંપની, મારુતિ સુઝૂકી, લાર્સન, ભારતી એરટેલના શેર જાેવા મળ્યા છે.

અમેરિકી બજારમાં ત્રીજા દિવસે પણ સતત કડાકો જાેવા મળ્યો. જેક્સન હોલ બેઠકની અસરના પગલે ડાઉ જાેન્સ ૧૫૪ પોઈન્ટ તૂટીને ૩૨૯૧૦ પર બંધ થયો જ્યારે નાસડેક સપાટ બંધ થયો. SFX નિફ્ટી ૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૬૫ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ૪૫ પોઈન્ટ ગગડ્યો છે. ક્રૂડ ઓઈલ ચડીને ત્રણ અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.