Western Times News

Gujarati News

ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડના પરિવારમાં હાલ ખુશીનો માહોલ

દીપિકા કક્કરે શરૂ કરી નણંદના લગ્નની ખરીદી

સબા અને સની છેલ્લા છ વર્ષથી એકબીજાને ઓળખે છે

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડના પરિવારમાં હાલ ખુશીઓનો માહોલ છે કારણકે તેની નણંદ સબાના થોડા જ મહિનામાં નિકાહ થવાના છે. ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ દીપિકાએ નણંદના લગ્ન માટે ખરીદી શરૂ કરી દીધી છે. સબા અને દીપિકા ખૂબ નજીક છે ત્યારે તેના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. દીપિકાએ સબાના શોપિંગની ઝલક બતાવતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તસવીરમાં દીપિકા કપડાની દુકાનમાં જાેવા મળી રહી છે. લગ્નના ફંક્શન માટે તે રંગબેરંગી આઉટફિટ પસંદ કરતી દેખાઈ રહી છે. તેણે તસવીરો શેર કરતાં લખ્યું, “શાંત નથી રહી શકતી.ખરીદી અને પાગલપણું શરૂ થઈ રહ્યું છે.”
સબા પણ જાણીતી યૂટ્યૂબર છે ત્યારે તેણે પણ શિયાળામાં યોજાનારા તેના લગ્નની ખરીદીની ઝલક બતાવી છે. તેણે પણ પોતાની ભાભી સાથેની સેલ્ફી શેર કરી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો અને વિડીયો જાેતાં તો લાગી રહ્યું છે કે, સબાના લગ્ન માટે આખો ઈબ્રાહિમ પરિવાર ખૂબ જ ઉત્સાહમાં છે.જૂન મહિનામાં જ દીપિકા અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે (જીર્રટ્ઠૈહ્વ ૈંહ્વટ્ઠિરૈદ્બ) સબાના થનારા પતિની ઓળખ દુનિયાને કરાવી હતી. તેણે બધી જ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં જણાવ્યું હતું કે, સબા ખાલિદ મિયાઝ સાથે લગ્ન કરવાની છે.

આ વર્ષે જ સબા અને ખાલિદના લગ્ન થવાના છે. ખાલિદને તેઓ પ્રેમથી સની કહીને બોલાવે છે તેમ પણ જણાવ્યું હતું. શોએબે એમ પણ જણાવ્યું હતું કે, સબા અને સની એકબીજાને ૬ વર્ષથી ઓળખે છે અને તેમના લવ મેરેજ છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, બંને પરિવારોએ લગ્નને મંજૂરી આપી દીધી છે અને તૈયારીઓ ટૂંક સમયમાં જ શરૂ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.