Western Times News

Gujarati News

અદાણી વિશ્વના ધનાઢ્યોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચ્યા

ગૌતમ અદાણીની વધુ એક છલાંગ

નવી દિલ્હી,અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે તેટલી દિવસે વધતી જાય છે. હવે તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. તેઓ આ લિસ્ટમાં આટલે ઉંચે સુધી પહોંચનાર પ્રથમ એશિયન બન્યા છે. ૬૦ વર્ષના ગૌતમ અદાણી કેટલાક વર્ષોથી પોતાનો બિઝનેસ આક્રમક રીતે વિસ્તારતા જાય છે અને તેમાં પણ કેન્દ્રમાં નવી સરકાર આવ્યા પછી તેમના બિઝનેસે જબ્બરજસ્ત પ્રગતિ કરી છે.

છેલ્લી ગણતરી પ્રમાણે ગૌતમ અદાણી અત્યારે ૧૩૭.૪ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. તેમણે સંપત્તિની બાબતમાં ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ રાખી દીધા છે. હવે માત્ર ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ જ ગૌતમ અદાણી કરતા વધારે ધનિક છે. કોલસાથી લઈને પોર્ટ સુધી અને ડેટા સેન્ટરથી લઈને સિમેન્ટ, મીડિયા અને એલ્યુમિનિયમ સેક્ટર સુધી ગૌતમ અદાણીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.

ત્રણ-ચાર વર્ષ અગાઉ ભારતની બહાર બહુ ઓછા લોકોએ અદાણી વિશે સાંભળ્યું હતું. પરંતુ હવે આ ઉદ્યોગપતિને આખી દુનિયા ઓળખે છે. કોલેજનું શિક્ષણ પણ અધવચ્ચેથી છોડી દેનારા ગૌતમ અદાણીએ ડાયમંડ ટ્રેડર તરીકે બિઝનેસમાં નસીબ અજમાવ્યું હતું. શરૂઆતમાં તેમને સફળતા ન મળી, પરંતુ હવે તેઓ સફળતાના પર્યાય બની ચુક્યા છે. બ્લૂમબર્ગના બિલિયનર્સ ઈન્ડેક્સમાં ટોપ -થ્રીમાં ક્યારેય કોઈ એશિયનને સ્થાન મળ્યું નથી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને ચીનના જેકમા પણ ક્યારેય ટોપ-૩માં પ્રવેશી શક્યા નથી, ત્યારે અદાણીએ આ સ્થાન મેળવ્યું છે અને નંબર વન બનવાથી માત્ર બે કદમ દૂર છે. ભારતમાં અત્યારે મોટા ભાગના બિઝનેસમાં ગૌતમ અદાણી હાજર છે. પછી તે પોર્ટ હોય, એરપોર્ટ હોય, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોય કે પછી કોલસો, સિમેન્ટ, મીડિયા, મેટલ, રિટેલ, રિયલ્ટી સેક્ટર હોય.

અદાણી જૂથ હવે ટેલિકોમમાં પણ પ્રવેશી રહ્યું છે. આ ઉપરાંત તે ગ્રીન એનર્જી પર સૌથી વધારે ફોકસ કરે છે અને સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનમાં તે ૭૦ અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જાેકે, અદાણી જૂથના જંગી દેવા અંગે કેટલીક ચિંતા પણ વ્યક્ત કરવામાં આવે છે. અદાણીએ તાજેતરમાં જે સોદા કર્યા તેના માટે ભારે દેવું કરવામાં આવ્યું છે અને તેનું દેવું ચિંતાજનક હદે પહોંચ્યું છે તેમ રેટિંગ એજન્સીઓનુ કહેવું છે.

ફિચ રેટિંગે જણાવ્યું કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં અદાણીની કંપનીઓ ડિફોલ્ટ કરી શકે છે. આ ઉપરાંત અદાણીની કંપનીઓમાં શેરહોલ્ડર્સના સ્ટ્રક્ચર અંગે સવાલ ઉઠ્‌યા છે. અદાણી ગ્રૂપની કેટલી કંપનીઓને એનાલિસ્ટ્‌સ દ્વારા કવરેજ અપાતું નથી. આમ છતાં તેની અમુક કંપનીઓના શેર ૨૦૨૦ પછી માત્ર બે વર્ષમાં ૧૦૦૦ ટકા વધારે વધ્યા છે અને ૭૫૦ ગણું અર્નિંગ નોંધાવ્યું છે.કોલસાથી લઈને પોર્ટ સુધી અને ડેટા સેન્ટરથી લઈને સિમેન્ટ, મીડિયા અને એલ્યુમિનિયમ સેક્ટર સુધી ગૌતમ અદાણીનું સામ્રાજ્ય ફેલાયેલું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.