Western Times News

Gujarati News

“પતિના નિધન પછી ઘણી વાર અભિનય છોડી દેવાનું વિચાર્યું હતું”: હિમાની શિવપુરી

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્માની ભૂમિકા ભજવતી હિમાની શિવપુરી ત્રણ દાયકાથી ભારતની સૌથી પ્રતિભાશાળી અને બાહોશ અભિનેત્રીમાંથી એક રહી છે. તે સર્વકાલીન અમુક સૌથી ભવ્ય બ્લોકબસ્ટર્સમાં કામ કરી ચૂકી છે અને તેની ઉત્કૃષ્ટ અભિનય ક્ષમતાઓએ લાખ્ખોનાં મન જીતી લીધાં છે.

હિમાની શિવપુરી રંગમંચ માટે મજબૂત લગાવ ધરાવે છે, જેના થકી તેને નામના, ભાગ્ય અને ઓળખ મળ્યાં છે. અમારી સાથે એક મજેદાર વાર્તાલાપમાં અભિનેત્રી તેના આ પ્રેરણાત્મક પ્રવાસ વિશે કહે છે.

1.    અભિનેત્રી તરીકે બોલીવૂડમાં તારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો?

ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મારું પોસ્ટ- ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી હું વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની હતી. તે જ સમયે મારી પસંદગી એનએસડી (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માં થઈ. હું એનએસડી કરવા માગું છું એમ કહ્યું ત્યારે મારો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

આરંભમાં બોલીવૂડની નકારાત્મક છાપ હતી. આથી હું ફિલ્મો કરવા માગતી નહોતી. હું એવું માનતી હતી કે બોલીવૂડમાં અભિનેત્રીઓએ પોતાનું શરીર દેખાડવું પડે છે. મને રંગમંચથી સંતોષ હતો. તે દરમિયાન મારી મુલાકાત જ્ઞાન શિવપુરી સાથે થઈ હતી, જેમની સાથે પછી મેં લગ્ન કર્યાં હતાં. તેમણે મને ફિલ્મો કરવા પ્રેરણા આપી હતી. મેં ઓડિશન આપવાનું શરૂ કર્યું અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેસ અને ઉમરાવ જાન જેવી ઉત્તમ ક્લાસિક ફિલ્મોમાં કામ કર્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું.

2.    તારી અભિનય સ્વીકારવામાં કોઈ પડકાર આવ્યા હતા?

હું ઉત્તર પ્રદેશના નાની શહેરની છું. પછીથી અમે દહેરાદુનમાં સ્થળાંતર કર્યું હતું. તે સમયે મનોરંજન ઉદ્યોગમાં સાહસ ખેડવાનું મન થયું અને મારી કારકિર્દીની પસંદગીને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. મને હંમેશાં પ્રશ્ન પુછતો, શું નૌટંકી કરશે? મારે મારા પરિવારને સમજાવવું પડયું કે અભિનય એ ગંભીર કામ છે અને કલાકાર બનવા માટે વિધિસર તાલીમ લેવી પડે છે.

આથી ઘણું સમજાવ્યા પછી આખરે હું એનએસડીમાં જોડાઈ. આભારવશ મારા પિતા હરિદત્ત ભટ્ટે મને આધાર આપ્યો. આમ છતાં વ્યાવસાયિક તરીકે રંગમંચ અથવા અભિનય પસંદ કરવામાં અમુક કુશળતા અને સખત મહેનત જરૂરી છે તે મારા પરિવારને સમજાવવાનું આસાન નહોતું.

3.    રંગમંચ સાથે તારા પ્રવાસ વિશે અમને કહે

હું સાત વર્ષની હતી ત્યારે નાટકમાં ભાગ લીધો હતો, પરંતુ હવે તે વિશે ઝાઝું યાદ નથી. તે પછી હું રંગમંચ સાથે સંકળાયેલી હતી, જે મારા શાળા અને કોલેજના દિવસોમાં પણ ચાલુ રહ્યું હતું. કેમિસ્ટ્રીમાં એમએસસી દરમિયાન મેં બેટલોટબ્રેચના નાટક ધ થ્રી પેની ઓપેરામાં કામ કર્યું હતું.

એનએસડીના લોકો વર્કશોપ હાથ ધરી રહ્યા હતા. તે સમયે મને ખ્યાલ આવ્યો કે મારા જીવનમાં મારે આ જ કરવું છે. આથી મે  એનએસડીમાં જોડાવાનું નક્કી કર્યું. રંગમંચમાં મેં જે પણ નાટક કર્યાં તે મારે માટે પ્રિય છે, પરંતુ મિત્રોં મરજાની નાટક મેં દેશભરમાં ભજવ્યું અને તેમાં મારો સૌથી યાદગાર પરફોર્મન્સ રહ્યો છે.

4.    બોલીવૂડ અને ટેલિવિઝનમાં સફળતા છતાં તું રંગમંચ સાથે હજુ સંકળાયેલી છે. તને કઈ રીતે પ્રોત્સાહન મળે છે?

રંગમંચ મારો હંમેશાં પ્રથમ પ્રેમ રહ્યો છે અને પડદા પર અભિનય મારો છેલ્લો પ્રેમ છે. હું રંગમંચ નહીં છોડી શકું. કલાકાર તરીકે બંને કરવાનું સંતોષજનક લાગે છે અને મને માધ્યમની પરવા નથી. હું સારું કામ કરવા માગું છું. કલાકારને પોતાની અંદર વિશ્વાસ અને તે પાર કરવા કટિબદ્ધતા હોવા જોઈએ. હું ભારતભરમાં સાથે અલગ અલગ યુનિવર્સિટીઓમાં પણ વર્કશોપ કરું છું. એક મહિલા પોતાનો કાયાકલ્પ કરવા માટે સ્પામાં જાય છે તે રીતે હું રંગમંચમાં જાઉં છું.

5.    તારું પાત્ર કટોરી અમ્મા ઘેર ઘેર ચર્ચિત છે. હપ્પુ કી ઉલટન પલટન શરૂ થયો ત્યારે આવો પ્રેમ મળશે એવું ધાર્યું હતું?

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં મારો પ્રવાસ નોંધપાત્ર રહ્યો છે. શોની સૌપ્રથમ સંકલ્પના થઈ ત્યારથી આસાન સવારી રહી છે અને મારો કટોરી અમ્માનું પાત્ર ભજવવા માટે સંપર્ક કરાયો હતો, જે સાથે આજે પણ સેટ પર મને અમ્માજી તરીકે સંબોધવામાં આવે ચે.

હું યોગેશને રંગમંચના દિવસોથી ઓળખું છું, જેથી અમારી વચ્ચે કેમિસ્ટ્રી ઉત્તમ છે અને કામના મારી જોડે પહેલી વાર કામ કરી રહી છે છતાં અમારી વચ્ચે સારો સુમેળ છે. મારા અભિપ્રાયમાં કટોરી અમ્મા મજબૂત માતાના રૂપમાં બતાવવામાં આવી છે. તેમાં ભરપૂર જોશ છે અને કામ કઈ રીતે કરાવવું તે સારી રીતે જાણે છે.

આ પાત્ર વિજેતા છે અને આરંભથી જ મેં તે ઓળખી લીધું છે. આ માતાની ભૂમિકા સાથે પરિમાણીય ભૂમિકા છે. તેના પરિવારજનો સાથે તેનો સંબંધ બહુ મજેદાર છે અને તે હંમેશાં તેમની કાળજી રાખે છે. દર્શકો પણ તેને કટોરી અમ્મા તરીકે ઓળખે છે. આ ટ્રેડમાર્ક કાયમ માટે મારી સાથે રહેશે.

6.    અસલ જીવનમાં યોગેશ ત્રિપાઠી અને કામના પાઠક સાથે માતૃત્વ જોડાણ ધરાવે છે. આ વિષે કહો

બંને સુંદર છે, જેઓ મારી બહુ સંભાળ લે છે. હું તેમને માતાની જેમ જ ખીજાઉં છું અને પ્રેમ પણ તેટલો જ કરું છું. અમે સેટ પર એકબીજા સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરીએ છીએ. યોગેશ અને હું અમારા કામ, પરિવાર અને રંગમંચના દિવસો વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે કામના પાઠક સાથે હું રીલ કરું છું. તેઓ પડખે હોય તો ક્યારેય કંટાળો આવતો નથી. તેઓ જ નહીં, આખી ટીમ મને અમ્મા તરીકે બોલાવે છે અને હું તેમને બધાને બહુ પ્રેમ કરું છું.

7.    તારી કારકિર્દી છોડી દેવાનું ક્યારેય મન થયું?

નિખાલસતાથી કહું તો મારા પતિના અણધાર્યા મૃત્યુ પછી મેં ગંભીરતાથી અભિનય છોડી દેવાનો વિચાર કર્યો હતો. હું બધું જ છોડી દેવા માગતી હતી, કારણ કે મારા બાળકોને છોડીને શો માટે જવાનું મને સારું લાગતું નહોતું. જોકે અમારી પાસે બહુ નાણાં નહીં હોવાથી કામ કરવાનું પણ જરૂરી હતું.

કોલકતાની એક ઘટના વિશે કહું તો અમને પ્રવાસ પણ પરવડતો નહોતો, જેથી મારા સ્તનપાન કરતા સંતાન સાથે ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. તે દિવસના તાણ અને મુશ્કેલીઓ ભૂલી શકાય એમ નથી. કોશ્યુમ ખરાબ નહીં થાય તે માટે પરફોર્મન્સ પૂર્વે દૂધ પિવડાવવા માટે રેસ્ટરૂમમાં ધસી જવું પડતું હતું. મુદ્દો એ છે કે ઘરમાં હોય કે કામે, મહિલાઓ માટે આસાન નથી. જોકે મેં હાર નહીં માનવાનું અને જીવનની બધી મુશ્કેલીઓને હસતે મોઢે ઝીલવાનું શીખ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.