Western Times News

Gujarati News

હાથીઓનો વિદાય સમારંભ યોજાયો, શાલ ઓઢાડી કરાયું સન્માન

મૂર્તિ નામના હાથીને ૧૯૯૮માં પકડી પાડ્યો હતો

તામિલનાડુના મુદુમલાઈ ટાઇગર રિઝર્વ ખાતે બે કુમકી હાથીઓ નિવૃત્તિ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો

કોઇમ્બતુર,તામિલનાડુના મુદુમલાઈ ટાઇગર રિઝર્વ ખાતે બે કુમકી હાથીઓ નિવૃત્તિ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્‌ઇના થેપ્પાકાડુ હાથી શિબિરના બંને હાથીઓને સત્તાવાર વિદાય આપવામાં આવી હતી અને તેમને શાલ અર્પણ કરાઈ હતી. આ બંનેના સાથી કુમકી હાથીઓ બંને બાજુ લાઇનમાં ઉભા રહીને રણશિંગડું વગાડતા હતા.

આ ખાસ પ્રસંગે બંને હાથી માટે વિવિધ પ્રકારના ફળોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂર્તિ અને મુદુમલાઈ નામના આ બંને હાથી ઘણા વર્ષોથી વન વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. આ બંને હાથીઓ ૫૮ વર્ષથી વધુ વયના છે અને ભૂતકાળમાં તેમનો ઉપયોગ માનવો સાથે ખરાબ વ્યવહાર કરતા જંગલી હાથીઓને ભગાડવા અથવા હાથીઓને પકડવા માટે કરવામાં આવ્યો હતો.

હવે નિવૃત્તિ બાદ તેઓ બાકીનું જીવન હાથીની છાવણીની નજીક વિતાવશે. મૂર્તિ નામના હાથીને વન વિભાગે ૧૯૯૮માં પકડી પાડ્યો હતો, તે સમયે તેના પર કેરળમાં ૨૦થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ હતો, જેના કારણે સરકારે આદેશ જારી કરી તેની હત્યાને મંજૂરી આપી હતી.

જાેકે, શિબિરમાં પહોંચ્યા પછી મૂર્તિ આજ્ઞાંકિત થઈ ગયો હતો અને વન વિભાગ દ્વારા અન્ય જંગલી હાથીઓને પકડવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુદુમલાઈ જ્યારે ત્રણ વર્ષનો હતો, ત્યારે ખાડામાં પડી જતાં તેને પકડી લેવામાં આવ્યો હતો.

ફેરવેલ પાર્ટીમાં મૂર્તિ અને મુદુમલાઈને શણગારવામાં આવ્યા હતા. છાવણીમાંના અન્ય કુમકી હાથીઓ બંને બાજુ કતારબદ્ધ ઊભા હતા અને પોતાના સાથીઓને ભવ્ય વિદાય આપવા માટે રણશીંગા ફૂંકતા હતા. આ આ તકે આદિવાસી કલાકારો પરંપરાગત સંગીત વગાડતા હતા. ત્યારે સ્‌ઇના ફિલ્ડ ડાયરેક્ટર ડી વેંકટેશે નિવૃત થતા હાથીઓને શાલ અર્પણ કરી હતી. તેમણે તેમના મહાવતને પ્રમાણપત્રો પણ આપ્યા હતા.

આ સાથે મૂર્તિ અને મુદુમલાઈને કેપરિસનથી શણગારવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર મૂર્તિ હાથી લદુર્લભ પ્રજાતિનો છે. શિબિરમાં તેને ધીરે ધીરે કુમકી હાથી તરીકેની તાલીમ આપવામાં આવી અને થોડા સમય પછી તે અહીંના સૌથી નમ્ર અને આજ્ઞાંકિત હાથીઓમાં ઓળખાવા લાગ્યો હતો. તો બીજી તરફ માદુમલાઈ હાથીનું નામ મુદુમલાઈ ટાઇગર રિઝર્વના નામ પરથી મદુમલાઈ રાખવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.