Western Times News

Gujarati News

ગાંધીનગરમાં વિવિધ વિભાગોના કર્મચારી સંગઠનોની મહારેલી: સરકાર સામે સૂત્રોચાર કરવામાં આવ્યા

રાજ્ય સરકારના સચિવાલય ઉપરાંત અન્ય વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારી સંગઠનોએ અડધા દિવસની સીએલ રિપોર્ટ મૂકીને કાર્યક્રમમાં જોડાયા હતા.

ગાંધીનગર, આંદોલન માટે જાણીતા પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોના કર્મચારી સંગઠનો ની મહારેલી તેમજ સરકાર સામે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા સરકારી કર્મચારીઓના સંગઠનની રેલી કે કોઈપણ ધરણા ની મંજૂરી આપવામાં

પરંતુ અગાઉથી કરેલા આયોજનના પગલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 50 થી વધુ અલગ અલગ સંગઠનો એ જૂની પેન્શન યોજના ફિક્સ પગાર ની નીતિ સાતમા પગાર પંચના બાકી ભથ્થા ચુકવવા જેવા મુદ્દે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા પરિણામો સત્યાગ્રહ છાવણી ખાતે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો.

આજે ગાંધીનગર ખાતે વિવિધ વિભાગોના કર્મચારી સંગઠન હોય પડતર મુદ્દાને ઉકેલવા માટે સરકાર સમક્ષ ઉઘરાણી કરી છે કે આવી રહીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિવિધ આંદોલનોનો તાત્કાલિક અંત આવે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીઓની કમિટીની રચના કરી છે.

જેમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તબક્કાવાર બેઠકોનો સિલસિલો ચલાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આજે આ બેઠકો વચ્ચે ગાંધીનગરમાં કર્મચારી સંગઠનોની મહારેલી આયોજિત કરવામાં આવી હતી જો કે પોલીસ પરવાનગી નહીં હોવાના કારણે સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓ ભેગા થયા હતા અને મોરચો માંડ્યો હતો.

તાજેતરમાં જ પંચાયતના આરોગ્ય કર્મચારી મહાસંગ દ્વારા શરૂ કરેલી હડતાલમાં સરકારને જોઈએ તેવી સફળતા રાજ્ય સરકારના મહત્વના વિભાગો એવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સહિત ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ગુજરાત કર્મચારી મહામંડળ પંચાયત કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી સંગઠનો એ આજે પડતર પ્રશ્નો ઉકેલવા આહવાન કર્યું હતું.

જેમાં જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નીતિ પગાર પંચના વિવિધ લાભો જેવા મુદ્દે સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો જોકે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના સચિવાલય ઉપરાંત અન્ય વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારી સંગઠનો એ અડધા દિવસની સીએલ રિપોર્ટ મૂકીને કાર્યક્રમમાં જોડાયા હતા.

જેના કારણે સચિવાલયની કચેરીઓ બપોર બાદ સુમસામ બની ગઈ હતી જોકે આ કાર્યક્રમ બાદ પણ રાજ્ય સરકાર કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો રાજ્ય સરકારના વિવિધ સંગઠનો યુનિયનો અને મહામંડળો આક્રમક કાર્યક્રમો કરશે તેવી ચીમકી પણ અલગ અલગ સંગઠનના હોદ્દેદારો દ્વારા ઉચ્ચારવામાં  આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.