Western Times News

Gujarati News

હપ્પુ અને બેની પાવર કેપ્યુલ પાન ખાય છે, જેને લીધે તેમની ઊર્જા વધે છે

આ સપ્તાહમાં એન્ડટીવીના શો બાલ શિવ, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈનાં પાત્રો હાસ્ય અને મનોરંજનનો ડબલ ડોઝ દર્શકોને પૂરો પાડશે.

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન વિશે હપ્પુ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અને રાજેશ (કામના પાઠક) સવારે સવારે જાગે છે, ત્યારે વરસાદને લીધે માહોલ રોમેન્ટિક બની ગયેલો હોય છે. જોકે હપ્પુ અસ્વસ્થ હોવાથી રાજેશ નારાજ થાય છે. રૂમમાં એકધારી રીતે પાણીનું ગળતર થઈ રહ્યું છે અને બહાર વરસાદ હોવાથી એચસીઆર (આર્યન પ્રજાપતિ, ઝારા વારસી અને સોમ્યા આઝાદ) વિડિયો ગેમ્સની માગણી કરે છે, જે હપ્પુ નકારે છે.

આ પછી હપ્પુ અને બેની (વિશ્વનાથ ચેટરજી) મળે છે અને બંને પાવર કેપ્યુલ પાન ખાય છે, જેને લીધે તેમની ઊર્જા વધે છે. હપ્પુ રોમાંચિત થઈને રાજેશ પાસે જાય છે, પરંતુ રૂમમાં એકધાર્યા ગળતરને લીધે તેનો મૂડ ખરાબ થઈ જાય છે અને તેઓ બંને એચસીઆરના રૂમમાં જવાનું નક્કી કરે છે.

બંને અમ્માજી (હિમાની શિવપુરી)ને તેનો અને ખોડીજીની વિશેષ દિવસ પાર્ટી કરીને મનાવતી જુએ છે. હપ્પુ અને રાજેશ બાળકોને અમ્માજીના રૂમમાં જઈને રમવા માટે કહે છે, પરંતુ અમ્માજી તેમને ખીજાય છે અને પાછી તેમને તેમના રૂમમાં મોકલી દે છે.

હપ્પુ અને રાજેશ કેટ (આશના કિશોર)ના રૂમમાં જાય છે અને તેને અને કમલેશ (સંજય ચૌધરી)ને અભ્યાસ કરવાની વિનંતી કરે છે. જોકે તેમની મુશ્કેલી વધારતાં મલાયકા (સોનલ પાનવર) નીચે જવાની ના પાડે છે અને રાજેશ અને હપ્પુ સાથે સૂવાનું નક્કી કરે છે.

દરમિયાન કેટ અને કમલેશને પણ ભાન થાય છે કે અમ્માજીની પાર્ટીને લીધે તેઓ અભ્યાસ નહીં કરી શકશે. આથી ક્રોધિત રાજેશ અને હપ્પુ બેનીના ઘરે જવાની યોજના બનાવે છે, જ્યાં તે થર્ડ પાવર કેપ્સ્યુલ પાન ખાતો હોય  છે અને તેમને પોતાને ડિસ્ટર્બ નહીં કરવા માટે કહે છે. ”

એન્ડટીવી પર બાલ શિવ વિશે દેવી પાર્વતી કહે છે, “બાલ ત્રિદેવ રહસ્યમય ધરતી પર આવે છે અને ધરતી પર સાકેત નામે બાળકને શોધી કાઢે છે, જે તેમને પૃથ્વી પર દાનવના આતંક વિશે જાણ કરે છે. દરમિયાન સનત કુમાર કૈલાશના લોકોને સતાવવાનું શરૂ કરે છે, જે પછી ભૃંગી દેવી પાર્વતી (શિવ્યા પઠાણિયા) પાસે જાય છે અને તેમના વર્તન વિશે તેને કહે છે.

દેવી પાર્વતી મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી)ના ઘરે જઈને તેની માફી માગે છે, જ્યારે નારદ (પ્રણીત ભટ્ટ) પ્રગટ થાય છે અને દેવી પાર્વતીને તારકાસુર (કપિલ નિર્મલ) અને માયદાનવના ષડયંત્ર વિશે કહે છે. સાકેત અને બાલ ત્રિદેવ નીલ વૃક્ષ તરફ આગળ જતા હોય છે ત્યારે તેમની સામે મોટો દાનવ આવે છે અને સાકેતને લઈ જાય છે.

બાલ ત્રિદેવ આ જોઈને નારાજ થાય છે અને તેને શોધવા નીકળી પડે છે. બાલ શિવ સાકેતને દાનવના પેટમાં જુએ છે અને બાલ શિવ તથા દાનવ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. શું બાલ શિવ દાનવથી સાકેતને બચાવી શકશે?”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.