Western Times News

Gujarati News

માલધારી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અત્યાચાર દૂર કરવા માંગ કરી

નડીયાદ : માલધારી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માલધારીઓ પર થતા અત્યાચાર દૂર કરવા માંગ કરી

ગોપાલક માલધારી સેના દ્વારા ખેડા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માલધારીઓની પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગણી કરી છે

જો આ માંગણી પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

નડિયાદ ખાતે જિલ્લા કલેકટરને ગોપાલક માલધારી સેના દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે  ગુજરાતમાં ઘણાં સમયથી માલધારી સમાજ ઉપર સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેર રીતે અત્યાચાર કરવામાં આવે છે. જેમકે “ તાજેતરમાં સુરત ઢોર પકડ પાર્ટી દ્વારા ઘર આંગણે બાંધેલ પશુઓ એસ આર.પી ને સાથે રાખીને બળજબરી પૂર્વક માલધારીઓના પશુઓ ડબ્બા માં લઇ ગયેલ છે.

તેમજ માલધારી ની બહેન દીકરીઓ સાથે અશોભનીય વર્તન કરેલ છે તેમજ મહિલા પોલીસ સ્ટાફ ન હોવા છતાં માલધારીઓની બહેન દીકરીઓની પુરુષ પોલીસ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કરી મહિલાઓ ની અટકાયત કરેલ હતી જે નિયમ વિરૂદ્ધ છે.

જે અન્વયે જે તે જવાબદાર અધિકારી કર્મચારી વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માગ છે“. તાજેતરમાં સુરત મહાનગર પાલિકાના હદ વિસ્તાર અમરોલી, ડભોલી રોડ, વેડ રોડ માલધારીઓ દ્વારા પશુઓના રેહનાક માટે થયેલ બાંધકામ સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈ પૂર્વ જાણ કર્યા વિના તેમજ માલધારીઓને પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા માટેનો સમય આપ્યા વિના પશુવાડા તોડી પડેલ છે.

જે ગેરવ્યાજબી છે જે માલધારી ઓ પાસે ૨૫-૨૫ વરશ થી કબ્જા ભોગવટાથી છે જે માલધારીઓની જીવન નિર્વાહ નું એક માત્ર સાધન હતું વાડાઓ તોડી નાખ્યાં બાદ પશુઓને સુરત મહાનગર પાલિકા દ્વારા પશુઓ ગેરકાયદેસર. રીતે પકડી ગયેલ છે. અમો માલધારી સમાજને ન્યાય અપાવશો તેવી આશા છે.

જો સમાજની માંગો સ્વીકારવામાં નહીં આવે તો માલધારી સેના ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટ કરશે અને કરાવશે તથા આ આંદોલનની શરૂઆત ગાંધીચિંધ્યા માર્ગે છે. પણ જો અમારી માંગો ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો માલધારી સેના મેદાનમાં પણ ઉતરશે ચીમકી ઉચ્ચારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.