Western Times News

Gujarati News

નડિયાદ રેલવે પોલીસે મેમુ ટ્રેનમાં દેશી દારૂની હેરાફેરી અટકાવી

નડિયાદ રેલવે પોલીસે મેમુ ટ્રેનમાં દેશી દારૂની હેરાફેરી અટકાવી: દારૂના જથ્થા સાથે આરોપીઓ ને પકડી પાડ્યા.

વડોદરા અમદાવાદ મેમો ટ્રેનમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી નડિયાદ રેલ્વે પોલીસને મળતા તેમણે વોચ રાખી દેશી દારૂની હેરાફેરી ને પકડી પાડી છે અને આરોપીઓને પકડી તેના મૂળ સુધી જવા પ્રયત્ન  હાથ ધરેલ છે

મળતી માહિતી મુજબ નડીયાદ થી અમદાવાદ તેમજ વડોદરા તરફ દેશી દારૂ મોટા જથ્થામાં નિકાસ થતો હોવાની માહિતી નડિયાદ રેલવે પી.એસ.આઇ સિદદીકી ને મળી હતી જેથી તેમણે આ દારૂની હેરાફેરી રોકવા માટે  વોચ રાખી હતી.

આ વોચ દરમિયાન વડોદરા અમદાવાદ મેમું ટ્રેનમાંથી નડિયાદમાં રહેતા સુનિલભાઈ ચીમનભાઈ તળપદા પાસેથી 48 લીટર દેશી દારૂ રૂ 960 નું તેમ જ ગોપી કનુભાઈ તળપદા પાસેથી 51 લીટર દેશી દારૂ 1020 નો પકડી વોન્ટેડ આરોપી કિરણભાઈ તળપદા ને પણ પકડી પાડયો હતો.

અને રીમાન્ડ ની કાર્યવાહી હાથધરી હતી અત્રે નોંધનીય છે કે મેમુ ટ્રેનમાં નડિયાદથી દેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય તે રોકવા માટે રેલ્વે પોલીસે છેલ્લા ઘણા સમયથી વોચ કડક બનાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.