Western Times News

Gujarati News

જંગલમાં પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીને પોલિસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો

દાહોદના બામરોલી ગામે જંગલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢ બારીયાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ જંગલમાંથી એક યુવતીની ધડથી મસ્તક અલગ કરેલ હાલતમાં લાશ મળી આવતા આ મામલે સાગટાળા પોલીસ સ્ટેશનમાં હત્યાના નોંધાયેલા ગુનાને દાહોદ એલસીબી,

એસઓજી તથા સાગટાળા પોલીસની સંયુક્ત ટીમે સદર હત્યાના અનડિટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ડીટેક્ટ કરી આરોપીને ઝબ્બે કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા નું જાણવા મળ્યું છે. પરમ દિવસ તારીખ ૭-૯-૨૦૨૨ ના રોજ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના બામરોલી ગામના અંતરિયાળ જંગલમાંથી એક યુવતીની લાશ ધડથી મસ્તક અલગ કરેલ હાલતમાં મળી આવી હતી.

જે સંદર્ભે સાગટાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદર હત્યાના બનાવની જાણ થતા જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ગુનાની ગંભીરતા સમજી દાહોદ એલસીબી, એસઓજી તથા સાગટાળા પોલીસની અલગ અલગ ટીમોને વણઓળખાયેલ લાશની ઓળખ કરી

અન ડિટેક્ટ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવા પોતાની કોઠા સૂઝ ભરી રણનીતિનો ઉપયોગ કરી માર્ગદર્શન સભર સૂચના આપતા દરેક ટીમોએ બનાવવાની જગ્યાની વિઝીટ કરી હતી. અને લોકલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વણ ઓળખાયેલ લાશ તથા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી તેને શોધી કાઢવા સારું તમામ ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા .

જે અનુસંધાને સૌપ્રથમ મરણ જનારની ઓળખ કરવામાં આવી અને તેના પરિવારજનોનો સંપર્ક કરી તેઓ પાસેથી વિગતો મેળવી અલગ અલગ મુદ્દાઓ જેવા કે પારિવારિક, પ્રેમ સંબંધ, સામાજિક સંબંધ, વ્યક્તિગત અદાવત તેમજ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાંથી લાશ મળેલ હોય

તે અલગ અલગ દિશામાં તપાસ કરતા મરણ જનારના ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન પ્રેમ પ્રકરણના મુદ્દા પર પોલીસે વધુ પ્રકાશ પાડી તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મરણ જનારના દૂરના માસા દેવગઢબારિયા તાલુકાના વાવ લવરિયા ગામના માળ ફળિયામાં રહેતા જેન્તીભાઈ છત્રસિંહ રાઠવા સાથે આડા સંબંધ હોવાની જાણકારી મળી હતી.

જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અલગ અલગ દિશાઓમાં ક્રોસ વેરીફિકેશન કરી આ મુદ્દાઓ ઉપર વિશેષ ધ્યાન આપતા મરણ જનારના માસા જયંતીભાઈ રાઠવાની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા તેની પોલીસે પૂછપરછ કરતા શરૂઆતમાં તો આ મામલે જેન્તીભાઈ રાઠવા પોલીસના સવાલોના જવાબ આપવાનું ટાળતો રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.