Western Times News

Gujarati News

આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર KGF ચેપ્ટર 2 સોની મેક્સ પર વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર માટે સસજ્જ

બોક્સ ઓફિસ પર વિક્રમ સર્જ્યા પછી કેજીએફ ચેપ્ટર-2,  8મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી સોની મેક્સ પર ટેલિવિઝન દર્શકોનું મનોરંજન કરશે

મુંબઈ,  કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ માટે રોમાંચક સંઘર્ષ ટેલિવિઝનના પડદા પર આવી રહ્યો છે, જેમાં હિંમતબાજ રોકી ભાઈ વેર વાળવા માટે ઘાતક શત્રુઓ સામે પંગો લેતો જોવ મળશે.

2022ની સૌથી મોટી બ્લોકબસ્ટર તરીકે ઊભરી આવેલી કેજીએફ ચેપ્ટર 2 ફિલ્મ 18મી સપ્ટેમ્બર, 2022ના રોજ રાત્રે 8 વાગ્યાથી સોની મેક્સ પર ડાયનેમિક વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર માટે સુસજ્જ છે. આ ફિલ્મમાં યશ, સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે.

પ્રશાંથ નીલ દ્વારા લિખિત અને દિગ્દર્શિત કેજીએફ ચેપ્ટર-2 રોકી પોતાને ગોલ્ડ માફિયાના કિંગપિન તરીકે સ્થાપિત કર્યા પછી તેના જીવનમાં આવતા ઉતારચઢાવની વાર્તા છે. તેના સાથીઓ તેની તરફ આશાની નજરે જુએ છે ત્યારે સરકાર તે કાયદો અને વ્યવસ્થા સામે મોટો ખતરો તરીકે તેને જુએ છે. રોકી પોતાની માતાને આપેલું વચન પૂરું કરવા કટિબદ્ધ છે ત્યારે તેની સામે તેના દુશ્મનો અધીરા, ઈનાયત ખલીલ અને રમિકા સેનનો ખતરો છે.

સોની મેક્સ પર કેજીએફ ચેપ્ટર-2ના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર વિશે બોલતાં યશ કહે છે, “ટીમ તરીકે અમે ઉત્તમ સિનેમાટિક અનુભવ નિર્માણ કરવાનો ધ્યેય રાખ્યો છે અને આપણા દેશ અને દુનિયાના દરેક ભાગમાં પહોંચવા માગીએ છીએ.

કેજીએફ ચેપ્ટર 2એ સિનેમા પ્રેમીઓને એકત્ર લાવી દીધા છે અને એક માતા તેમના સંતાનમાં આશા રાખી છે કે તે દર્શાવતી શક્‌તિશાળી વાર્તા કહેવામાં આવી છે. દર્શકો તરફથી અમને મળેલો પ્રેમ અતુલનીય છે.

હું માનું છું કે સિનેમાની કોઈ સીમા હોતી નથી અને તે માધ્યમની પાર જાય છે અને ટેલિવિઝન હંમેશાં મારે માટે વિશેષ રહ્યું છે. ટીવી પ્રીમિયર અમારી ફિલ્મ પ્રસ્તુત કરવાની ઉત્તમ તક છે અને હું સોની મેક્સ થકી વધુ દર્શકો સુધી પહોંચવા માટે ઉત્સુક છું. અને મને આશા છે કે કેજીએફ 2 જોઈ હોય તેઓ પણ તેમના ઘરમાં ફરીથી તેને માણી શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.