Western Times News

Gujarati News

અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ

મુંબઇ, અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા બાદ આજે સવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. ૩૦ અંકવાળો સેન્સેક્સ ૨૯૩ અંકની તેજી સાથે ૬૦,૪૦૮.૨૯ ના સ્તરે ખુલ્યો જ્યારે ૫૦ અંકવાળો નિફ્ટી પણ ૧૦૦થી વધુ અંકની તેજી સાથે ૧૮,૦૪૪.૪૫ ના સ્તરે ખુલ્યો.

સવારે ૯.૩૫ વાગે બજારની લેટેસ્ટ સ્થિતિ જાેઈએ તો સેન્સેક્સ હાલ ૩૫૦.૮૯ અંકની તેજી સાથે ૬૦૪૬૬.૦૨ ના સ્તરે જ્યારે નિફ્ટી ૧૦૭.૨૦ અંકના વધારા સાથે ૧૮૦૪૩.૫૦ ના સ્તરે જાેવા મળ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એચડીએફસી લાઈફ, શ્રી સિમેન્ટ્‌સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, બજાજ ફાઈનાન્સ, ગ્રાસિમના શેર હાલ જાેવા મળી રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રાના શેર જાેવા મળી રહ્યા છે.

નિફ્ટી ટોપ લૂઝર્સમાં સિપ્લા, ડિવિસ લેબ્સ, બીપીસીએલ, એનટીપીસી, સન ફાર્માના શેર હાલ જાેવા મળ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં હાલ એનટીપીસી, મારુતિ સુઝૂકીના શેર જાેવા મળી રહ્યા છે.

બીજી બાજુ વેશ્વિક સ્તરે તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સોમવારે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા હતા. મોંઘવારીના આંકડા સામે આવતા પહેલા અમેરિકી શેર બજાર સતત ચોથા દિવસે ખુશહાલ જાેવા મળ્યું. ડાઉ જાેન્સ ૨૩૦ અંક ચડીને ૩૨૩૮૧ અંક પર બંધ થયું.

જ્યારે નાસ્ડેક ૧૫૦ અંક ઉછળીને દિવસની ઉંચાઈ પર બંધ થયું. એશિયન બજારોમાં પણ તેજીનું વલણ જાેવા મળી રહ્યું છે. કોસ્પી ૫૧ અંક જ્યારે જીય્ઠ નિફ્ટી ૧૧૦ અંકની લીડ સાથે ટ્રેડ કરી રહ્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.