Western Times News

Gujarati News

એવું તે શું થયું કે જેકિલનના મેનેજરનું 8 લાખનું બાઈક જપ્ત કરાયુ

મહાઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હી પોલીસની ઈઓડબલ્યુ એ બોલીવુડ એકટ્રેન જેકિલન ફર્નાન્ડીઝના મેનેજર પાસેથી રૂા.8 લાખની કિંમતનું બાઈક જપ્ત કર્યુ છે. સુકેશે ગિફટ તરીકે આ બાઈક 2021ના ફેબ્રુઆરી મહિનામાં આપ્યુ હતું.

પ્રશાંતે પુછપરછમાં દાવો કર્યો છે કે તેણે આ પરત લઈ જવાનું જણાવ્યુ હતું. પરંતુ, કોઈ લેવા આવ્યુ નહી. અત્યાર સુધીમાં તેનો ઉપયોગ નથી કર્યો. હાલ આ બાઈક ઈઓડબલ્યુએ જપ્ત કરી લીધુ છે.

સુકેશ ચંદ્રશેખરના કેસમાં બુધવારે એકટ્રેસ જેકિલનની કલાક પુછપરછ કરાઈ હતી જયારે સાંજે ગુરૂવારે નોરા ફતેહીની પણ પુછપરછ થઈ હતી અને ત્યારે તેને સુકેશ તરફથી મળેલી ગિફટસ લાવવા માટે જણાવાયુ છે.

દિલ્હી પોલીસની ઈઓડબલ્યુ એ જેકિલનના મેનેજરનું જે બાઈક જપ્ત કર્યુ છે તેની કિંમત 8 લાખ રૂપિયા છે. સુકેશે છેતરપીંડીના પૈસાથી તે મેનેજરને આ બાઈક અપાવ્યુ હતું. સુકેશે પ્રશાંતને ગિફટરૂપે બાઈક આપ્યુ હતું. જેકિલન સાથેની પુછપરછ બાદ દિલ્હીની ઈઓડબલ્યુ એ તેના મેનેજર પર કાર્યવાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.