Western Times News

Gujarati News

આંદોલનમાં કર્મચારીઓ હવે સરકાર સામે આક્રમક બની લડી લેવાના મૂડમાં

 ગાંધીનગર, રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે આંદોલનનું એપી સેન્ટર બની ચૂક્યું છે તો બીજી તરફ દિન પ્રતિદિન નવા આંદોલનો શરૂ થતા કયા આંદોલનને ભારે પાડવું તે ગુજરાત સરકાર માટે કોયડા રૂપ બની ગયું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી પાંચ મંત્રીઓની કમિટી પણ વિવિધ આંદોલનોને ઠારવા અને કર્મચારીઓના પ્રશ્ન હલ કરી આંદોલન શાંત પાડવા માટેની અસરકારક ર્નિણય કે તેની કામગીરી કરી શકતી નથી.

જેના કારણે સચિવાલય ગેટ નંબર ૧ અને સત્યાગ્રહ છાવણી આંદોલન કાર્યોથી ઉભરાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત કિસાન સંઘ શિક્ષકો અને નિવૃત્ત જવાનોનું આંદોલન ધીમે ધીમે વેગવંતુ બની રહ્યું છે. અને તે અટોપાયું નથી તો બીજી તરફ આજથી વન રક્ષક કર્મચારીઓ પણ સરકાર સામે વિરુદ્ધ વ્યક્ત કરી મેદાને ઉતર્યા છે.

આ ઉપરાંત લોકરક્ષક દળની મહિલા કર્મચારીઓ પણ પોતાના અન્યાય સામે સરકાર સામે મોરચો માંડીને બેઠી છે. જ્યારે આજે આંગણવાડી કાર્યકર બહેનો અને વીસીઈ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પણ વિવિધ માગણીઓના મુદ્દે સરકાર સામે મોરચો ખોલી ચૂક્યા છે. આ ઉપરાંત આગામી ૨૨ સપ્ટેમ્બર થી વાહન વ્યવહાર વિભાગ એસટી કર્મચારીઓ પણ હડતાલ ઉપર જવાની સ્પષ્ટ ચેતવણી સરકારને ઉચ્ચારી છે.

સાથે સાથે હવે ૨૬ સપ્ટેમ્બરથી સરકારી વીજ કંપનીના કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓના મુદ્દે આંદોલન શરૂ કરવાના છે જેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકાર સામે ઊભા થયેલા વિવિધ આંદોલનો હજુ પણ અનેક દિવસો સુધી ચાલે તો નવાઈ નહીં વિવિધ વિભાગ ના કર્મચારીઓ દ્વારા શરૂ થયેલા અલગ અલગ આંદોલનમાં કર્મચારીઓ હવે સરકાર સામે આક્રમક બની લડી લેવાના મૂડમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.