Western Times News

Gujarati News

આયુષ્માન ખુરાનાની કોમેડી ફિલ્મ ડૉક્ટર જીનું ટ્રેલર આવી ગયું

મુંબઈ, જંગલી પિચ્ચર્સની ફિલ્મ ડૉક્ટર જીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ‘ડૉક્ટર જી’ ફિલ્મમાં એક્ટર આયુષ્માન ખુરાના, રકુલપ્રીત સિંહ અને શેફાલી શાહ મુખ્ય રોલમાં છે. ‘ડૉક્ટર જી’માં એક્ટર આયુષ્માન ખુરાના ગાયનોકોલજિસ્ટ ડૉક્ટરના રોલમાં છે.

અનૂભુતિ કશ્યપ ડિરેક્ટેડ ફિલ્મ ‘ડૉક્ટર જી’માં અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપ્યું છે અને તારીખ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. ડૉક્ટર જીના ટ્રેલરમાં જાેવા મળી રહ્યું છે કે એક્ટર આયુષ્માન ખુરાના એક મેડિકલ સ્ટુડન્ટના રોલમાં છે કે જેને ઓર્થોપેડિક સર્જન બનવું હોય છે પણ તેને ગાયનોકોલજિસ્ટ બનવું પડે છે. પણ, મહિલાઓ આ પુરુષ ગાયનોકોલજિસ્ટનો સ્વીકાર નથી કરતી.

જેથી એક ગાયનોકોલજિસ્ટ તરીકે તેને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ‘ડૉક્ટર જી’ ફિલ્મ તારીખ ૧૪ ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. આ એક કેમ્પસ મેડિકલ કોમેડી ફિલ્મ છે. એક્ટ્રેસ તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર આવી ગયું છે.

મધુર ભંડારકર ડિરેક્ટેડ આ ફિલ્મ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે Disney Hotstar પર રિલીઝ થશે. બબલી બાઉન્સર ફિલ્મ હિન્દી સહિત તેલુગુ અને તમિલ ભાષામાં પણ રિલીઝ થશે. બબલી બાઉન્સરના પ્રોડ્યુસર વિનીત જૈન અને અમૃતા પાંડે છે.

સ્ટાર સ્ટુડિયોઝ અને જંગલી પિચ્ચર્સ પ્રોડક્શન કંપનીની ફિલ્મ બબલી બાઉન્સરના લેખક અમિત જાેષી, આરાધના દેબનાથ અને મધુર ભંડારકર છે. રાઝી અને બધાઈ હો જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ જંગલી પિચ્ચર્સની આગામી ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મધુર ભંડારકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બબલી બાઉન્સરનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે.

તેમજ સાથે-સાથે એક મેસેજ પણ છે. તમે સામાન્યરીતે ક્લબમાં બાઉન્સર તરીકે પુરુષોને જાેયા હશે પણ આ વખતે વાત કંઈક જુદી છે. ગામમાં રહેતી બબલી ધોરણ ૧૦ પાસ નથી અને તેની માતાના મુજબ તેમાં એકપણ છોકરીઓના લક્ષણ નથી. પણ, બબલીને એ વાતનો ખ્યાલ છે કે તેને શું કરવાનું છે. કારણકે, તે જે ગામમાંથી આવે છે ત્યાં દરેક યુવાને ખ્યાલ છે કે બૉડી બનાવાથી જ નસીબ ખુલશે કારણકે આગળ જતાં બાઉન્સર બનવાનું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.