Western Times News

Gujarati News

માજી સૈનિકો અને એસટી કર્મીઓનું આંદોલન પૂર્ણ

ગાંધીનગર, રાજ્યમાં હાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. ગાંધીનગરમાં એક બે નહીં પરંતુ ગુજરાત સરકાર સામે ૨૬ આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ થયું છે. માજી સૈનિકોના ૧૪ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાની રહેશે.

આ સાથે એસટી કર્મીઓનું આંદોલન પણ પૂર્ણ થયું છે. નિવૃત્ત સૈનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સમિતિ રચવામાં આવશે. માજી સૈનિકોના ૧૪ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવશે.

જેમાં કમિટિના ૫ સભ્યો હાજર રહેશે, નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સમાધાન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રાઇવર અને કંડક્ટરના ગ્રેડ પેની અમલવારી બાદ બાકી રહેતું એરિયર્સ ચુકવવા અને ગ્રેડ પેની વિસંગતા ૧-૧૦-૨૦૨૨ સુધીમાં ચુકવવામાં આવશે.

નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ૧૧ ટકા અસર સપ્ટેમ્બર- ૨૦૨૨ પેઇડ ઇન ઓક્ટોબર ૨૦૨૨માં અસર આપવામાં આવશે. જ્યારે બાકી વધેલા ત્રણ ટકા મોંઘવારી ભથ્થાની અસર ૦૧-૦૨- ૨૦૨૩ સુઘીમાં આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

ત્રણ હપ્તામાં આ રકમ ચુકવાવમાં આવશે. આ સાથે ખાસ ભથ્થુ, સ્પે. પે, રાત્રિ પાળી ભથ્થુ, રાત્રિ રોકાણ ભથ્થુ, આઉટ સ્ટે એલાઉન્સ અને મેળા ભથ્થામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓને સામેલ પરિશિષ્ટ- બ મુજબ ફિક્સ પગાર ચુકવવા ર્નિણય કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.