Western Times News

Gujarati News

જંબુસર પંથકમાં એક સગીરાએ ઝાડ પર લટકી ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

ભરૂચ, જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર વ્યાપી હોવાના તથા બનાવ સંદર્ભે જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર પંથકના એક ગામમાં પંદર વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવા તેના ગામની સીમમાં પીલુડીના ઝાડ પર પોતાના દુપટ્ટાથી ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.સદર બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા સીમમાં લોકટોળા ઉમટી પડયા હતા.

સદર બનાવ અંગે જંબુસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે બીટ જમાદાર સ્ટાફ સાથે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી અને મૃતક સગીરાના પાર્થિવ દેહને પી.એમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.સગીરાએ ગળાફાંસો ખાતા પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.