Western Times News

Gujarati News

ગાંધીનગરમાં 3.72 સ્ક્વેર ફૂટમાં 10 હજાર ખેલૈયાઓ રમી શકે તેવું ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ તૈયાર

ગાંધીનગરમાં કલ્ચર ફોરમ દ્વારા નવરાત્રી-૨૦૨૨નું આયોજન

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) પાટનગર ગાંધીનગરમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કરતાં કલ્ચર ફોરમ દ્વારા બે વર્ષના કોરોના અંતરાય બાદ આ વર્ષે નવરાત્રી ૨૦૨૨ નો આયોજન કરવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં કલ્ચર ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહા એ જણાવ્યું હતું કે

છેલ્લા ૨૫ વર્ષથી કલ્ચર ફોરમ ના ગરબા આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વર્ષે ૩ લાખ,૭૨, હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ૧૦ હજાર થી વધુ ખેલૈયાઓ રમી શકે તેવું ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે તો બીજી તરફ સમગ્ર ગ્રાઉન્ડના ફરતે ૭૦ થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે

આ ઉપરાંત પુસ્તક સહાય કરી તે રાત્રે ૮ થી ૧૨ નિયમ મુજબ ગરબાની રમઝટ જામશે જ્યારે કલ્ચર ફોરમના ૧૦૦ થી વધુ સભ્યો અને ૨૦૦ થી વધુ સિક્યુરિટી ગાર્ડ બાઉન્સર પાર્કિંગ થી માંડી માંડવડી અને ગરબા ગ્રાઉન્ડ તેમજ સ્ટેજ સુધીની સંપૂર્ણ જવાબદારી સંભાર છે

જ્યારે ૨૬ સપ્ટેમ્બર ના એટલે કે પ્રથમ નહોતે જામખંભાળિયાના કલાવૃંદ દ્વારા ઘડુલિયા અને દીવડા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે નવરાત્રીની અષ્ટમી એટલે કે આઠમના દિવસે પરંપરા મુજબ મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું

જ્યારે નવરાત્રી મહોત્સવ ની સમગ્ર ટીમ ગામઠી શૈલીમાં બનાવવામાં આવશે જ્યારે ગરબા ગ્રાઉન્ડ ભાતીગળ ગામડાનું બનશે જણાવ્યું હતું આ તબક્કે કલ્ચરના અધ્યક્ષ છે એમ પણ કહ્યું હતું કે ગાંધીનગર ખાતે છેલ્લા ૨૫ વર્ષથી આયોજિત નવરાત્રી મહોત્સવમાં પરંપરા મુજબ માતાજીના ગરબા ગવડાવવામાં આવે છે ત્યારે આ વખતે પણ મહા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું દાવો કલ્ચર ફોરમ ના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.