Western Times News

Gujarati News

વલસાડ નગર પાલિકા ડમપિંગ સાઈટ બનાવવા મુદ્દે સખત વિરોધ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ શહેરના પોશ ગણાતા એવા તિથલ રોડ ભાગડાવડાગામની હદમાં પાલી હિલ ની પાછળ આવેલ સરકારી જમીનમાં વલસાડ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ડમ્પિંગ સાઇટ બનાવવાની ફરીવાર હિલચાલ સામે તિથલ રોડ ,

પાલી હિલ ,શાંતિ નગર ,પ્રમુખ પાર્ક ,નવું હાઉસિંગબોર્ડ ,ભાગડાવડા ,તિથલ, કોલેજ, કોસંબા,નાનકવાદા ના રહીશોમાં ભારે રોષ સાથે વિરોધ કરી રહ્યા છે. રહીશો એકત્ર થઈ ફરીવાર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સોસાયટી ના રહીશોએ બે વર્ષ અગાઉ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વલસાડ શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા તિથલ રોડ ભાગડાવડાગામની સીમ માં આવેલ સરકારી જમીનમાં ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઘન કચરાની ડમ્પીંગ સાઈટ બનાવવા માટે સરકાર પાસે થી જમીનની માંગણી કરવામાં આવી હતી.

તિથલ રોડ પર નવું હાઉસિંગ બોર્ડ ,પાલી હિલ, શાંતિનગર, પ્રમુખ પાર્ક સહિત પાંચ હજાર થી વધુ રહીશો અને આશરે ૪૨૦૦ થી વધુ ઘર મકાનો બંગલાઓ આવેલા છે. આ ઉપરાંત કોસંબા ભાગડાવાડા તથા તિથલ ગામના રહીશોની અવરજવર મોટા પ્રમાણમાં થતી હોય છે. ગુજરાત પ્રવાસન એ તિથલ ને ટુરિઝમ સ્થર તરીકે વિકસાવેલી છે.

તિથલ રોડ પર પાલીહિલ, શાંતિનગર, શક્તિનગર, પ્રમુખ પાર્ક, મુખ્યમંત્રી આવાસ યોજના આવેલી છે આ ઉપરાંત કોસંબા, નનકવાડા તથા તિથલ ગામોની સ્થાનિકોની વસ્તી ,પ્રશ્ન વાળી જમીનથી માત્ર ૫૦૦ થી ૬૦૦ મીટરના અંતરે આવેલ હોવાથી તેમજ પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત તિથલ ચોપાટી

તથા સ્વામિનારાયણ મંદિર તથા વલસાડની કોલેજાે પણ આ જમીનથી ૫૦૦થી ૬૦૦ મીટર ના અંતરે આવેલ છે.વાંકી નદી કિનારે જમીનને લાગુ જ આવેલ હોવાથી ઘન કચરો પણ નદી વાટે કોસંબા ગામમાંથી પસાર થઈને દીવાદાંડી સુધી વહીને દરિયામાં જવાનો પાક્કો ડર છે.

વલસાડ શહેર નજીક આવેલા તિથલ દરિયા ઉપર થી દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન વહીને ઉત્તર-પૂર્વમાં જાય છે. વાળી જમીન વલસાડથી દક્ષિણ પશ્ચિમમાં આવેલ હોવાથી વલસાડના શહેરીજનોને તેમજ ત્યાંથી પસાર થનારા વાહનચાલકો અને રાહદારીઓને અસહ્ય દુર્ગંધ તેમજ ઘન કચરાની રજકણો આખા વલસાડ શહેરમાં પ્રસરવાની ભીતિ છે.

થોડા દિવસમાં જ વિસ્તારમાં મચ્છર માખીઓનો ઉપદ્રવ વધવાના કારણે વધુ બીમારીઓ ફેલાવાની શક્યતાઓ છે. જેથી આ ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઘન કચરાનો નિકાલ માટે ની જગ્યા અન્ય જગ્યાએ ફાળવવા માટે ત્રણેય ગામના ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે.

અને આ ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ધન કચરાનાનિકાલ માટેની આ યોજના અંગે અન્ય જગ્યા ફાળવવા માટે ફેરવિચારણા કરવાની માંગ કરી છે. ત્યારે ફરીવાર ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ધન કચરા ના નિકાલ માટે તજવીજ હાથ ધરવામાં આવતા વિસ્તારના રહીશોમાં ભારે રોષ સાથે ભારે વિરોધ ઉઠી રહ્યો છે .

વિસ્તારના રહીશો ફરી એકવાર વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં તજવીજ હાથ ધરી છે.આ બાબતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોતાના દ્વારા વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૨૨ (૧૦ વર્ષ ) સુધીમાં ગુજરાત સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ હેઠળ વલસાડ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસ ના કામો અંગેની જાણકારી તથા વિગતવાર માહિતી આપવા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પત્રકારો એ પાલીહિલ ભગડાવડા ની હદમાં જમીનમાં વલસાડ નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ડમપિંગ સાઈટ બનાવવા ના મુદ્દે પ્રજા ના હિત મા આ મુદ્દો ઉઠાવી તેનો સખત વિરોધ કર્યો હતો.અગાઉ આ બાબતે ય્ઁઝ્રમ્ (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ) ગાંધીનગર ને પણ આવેદનપત્ર આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.