Western Times News

Gujarati News

સંતાનવિહોણા સ્કૂલના 350 વિદ્યાર્થીઓને પોતાના જ બાળકો માને છે શોભા કંવર

KBCના કન્ટેસ્ટન્ટના કામથી ખુશ થયા અમિતાભ-બચ્ચને જીતની રકમ સિવાય પોતાના ખિસ્સામાંથી પણ પૈસા આપ્યા-બચ્ચને KBC કન્ટેસ્ટન્ટના કામથી ખુશ થઈ પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા

મુંબઈ,ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ ૧૪ના લેટેસ્ટ એપિસોડમાં રાણી પાટીદારે શો છોડ્યા બાદ હોસ્ટ અમિતાભ બચ્ચને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડની શરૂઆત કરી હતી અને તેમાં કન્ટેસ્ટન્ટ શોભા કંવરે સૌથી ઝડપથી જવાબ આપ્યો હતો અને બિગ બીની સામે હોટ સીટ પર બેસવાની તક મળી હતી.

અમિતાભ બચ્ચને શોભા કંવરની ઓળખાણ આપતાં તેઓ રાજસ્થાનના હોવાનું કહ્યું હતું, જેઓ એક શિક્ષક છે અને પોતાના ગામના તમામ વિદ્યાર્થીઓને ભણાવે છે. આટલું જ નહીં મુશ્કેલી વેઠી રહેલા વિદ્યાર્થીઓને તેઓ મદદ પણ કરે છે.

બિગ બીએ કહ્યું હતું કે, દુનિયામાં માત્ર બે એવી વ્યક્તિ છે જેનો સૌ કોઈ આદર કરે છે અને તે છે શિક્ષક તેમજ માતા. KBC ૧૪ના હોસ્ટે કન્ટેસ્ટન્ટને સવાલ કર્યો હતો કે ‘તમે બંને છો, તે કેવી રીતે થયું?’. જેના જવાબમાં શોભાએ કહ્યું હતું કે, આ બધું કેબીસીના કારણે છે કારણ કે તેમને પોતાનું કોઈ સંતાન નથી અને તેથી તેમણે શિક્ષક બનવાનું વિચાર્યું હતું.

તેઓ આ શો ખૂબ જ જાેતા હતા અને કેબીસીના કારણે મળેલા જ્ઞાને શિક્ષક બનવામાં મદદ કરી હતી. તેથી આજે તેમને ઘણા બાળકો છે, જેમને તેઓ પોતાના કહી શકે છે. બિગ બીએ આગળ કહ્યું હતું કે ‘તમારા વિદ્યાર્થીઓ માટે હું મારા વતી તમારા વિદ્યાર્થીઓને કેટલીક રકમ દાન કરવા માગુ છું. આ પહેલા મેં આમ કર્યું નથી પરંતુ તમારું સમર્પણ જાેઈને તમારી જર્નીમાં કંઈક ઉમેરવા માગુ છું’.

આ શોમાંથી તેઓ ૬,૪૦,૦૦૦ રૂપિયાની રકમ જીત્યા હતા. શોભા કંવરે દૈનિક ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમના લગ્નને ૩૦ વર્ષ થઈ ગયા છે પરંતુ પોતાનું કોઈ સંતાન નથી. ૧૯૯૧માં તેમના લગ્ન થયા બાદ.

ઘરનું બધું કામ કર્યા બાદ અને પતિ કામ પર જતાં રહેતા તેઓ આખો દિવસ ઘરમાં એકલા રહેતા હતા. તેમને બહાર જઈને કંઈક કામ કરવાની ઈચ્છા હતી. પરિવારના બંધનને કારણે તેઓ તેમ ન કરી શક્યા. ૨૦૦૬માં તેમના સાસુનું અવસાન થયું હતું અને પોતાના બાળકો પણ નહોતા. તેમણે લગ્નના ૧૬ વર્ષ બાદ કોઈ પણ તૈયારી વગર આરપીએસસીની પરીક્ષા આપી હતી અને શિક્ષક બન્યા. કેબીસીમાં ભાગ લેવા માટે તેમણે અગાઉ ત્રણવાર પ્રયાસ કર્યા હતા અને ચોથી વખતે તેઓ સિલેક્ટ થયા હતા.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.