Western Times News

Gujarati News

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કાર સળગી અફરા તફરીનો માહોલ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.જાે કે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરંતુ કારમાં આગ લાગવાના કારણે વાહન વ્યવહાર રોકી દેવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી સળગી ઊઠેલી કારના અનેક વિડિયો વિડીયો સતત સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.

ભરૂચ શહેરના સતત વાહનો અને રાહદારીઓથી સતત વિસ્તાર એવા પાંચબત્તી સર્કલ પાસેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન સીએનજી કારમાં ધુમાડા નીકળતા ચાલકે કાર માર્ગની બાજુમાં થોભાવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તે કઈ સમજે તે પહેલા આગ ભભૂકી ઉઠી હતી.

આગને પગલે સમય સુચકતા વાપરી ચાલક નીચે ઉતારી ગયો હતો.તે દરમ્યાન ધક્કો લગાવે તે પહેલા જ કાર લોક થઈ ગઈ હતી.જાે કે આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. જાહેર માર્ગ ઉપર જ સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાં કાર સળગી ઉડતા

જવાનો તેમજ અન્ય લોકોએ પણ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને સળગી ઊઠેલી કારમાં ભયંકર આગ લાગી હોવાના કારણે આગળનું બોનેટ ખોલવા જતા આગનો ભડકો થતા ઓલવવાનો પ્રયાસ કરનારાઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો અને તેઓએ પણ પોતાનો જીવ બચાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જાેકે મોડે મોઢે પણ ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો માળો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા.ભરૂચના જાહેર માર્ગો ઉપર જ કારમાં આગ લાગતા ચારે તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી.

પરંતુ પોઇન્ટ ઉપર રહેલી પોલીસ અને બીટીઈટીના જવાનોએ સળગી ઊઠેલી કારને ફાયર ફાઈટરના પ્રયાસોથી આગ ઉપર કાબુ લેવામાં સફળતા મળી હતી અને સળગી ઊઠેલી કારણે રોડ ઉપરથી સાઈડ ઉપર હટાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.