Western Times News

Gujarati News

સુઝલોન એનર્જીનો ₹1,200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 11 ઓક્ટોબર, 2022ના રોજ ખુલશે

Suzlon Energy Limited ₹1,200 Crore Rights Issue to Open on October 11, 2022
  • કંપનીના બાકી નીકળતા ઇક્વિટી શેરની સંખ્યા (“ઇક્વિટી શેર્સ”) ઇશ્યૂ પછી 10,07.31 કરોડથી વધીને 12,47.31 કરોડ થશે (રાઇટ્સ ઇશ્યૂ સાથે સંબંધિત ફાળવવામાં આવેલા ઇક્વિટી શેરના સંબંધમાં સંપૂર્ણ સબસ્ક્રિપ્શન અને સંપૂર્ણ કોલ મની પ્રાપ્ત થશે એમ માનીને)
  • અમારી કંપનીના લાયકાત ધરાવતા ઇક્વિટી શેરધારકોના રાઇટ્સને આધારે કુલ ₹1,200 કરોડ* સુધીના દરેક રાઇટ્સ ઇક્વિટી શેરની કિંમત ₹5 પર (જેમાં રાઇટ્સ ઇક્વિટી શેરદીઠ ₹3નું પ્રીમિયમ સામેલ છે) રોકડના બદલામાં અણારી કંપનીના ₹2નું મૂલ્ય ધરાવતા કુલ 240 કરોડ આંશિક પેઇડ-અપ ઇક્વિટી શેર્સ (“રાઇટ્સ ઇક્વિટી શેર્સ”) ઇશ્યૂ થશે.

*સંપૂર્ણ સબસ્ક્રિપ્શન અને રાઇટ્સ ઇક્વિટી શેર સાથે સંબંધિત તમામ કોલ મની મળશે એવું ધારીને

  • રાઇટ્સ ઇક્વિટી શેર માટે અધિકારનો રેશિયો 5:21 છે.
  • ઇશ્યૂ 20 ઓક્ટોબર, 2022ના રોજ બંધ થશે

અમદાવાદ, ભારતની વિન્ડ કમ્પોનેન્ટ ઉત્પાદન સેગમેન્ટમાં ક્ષમતાની દ્રષ્ટિએ તથા ભારતમાં સેવા આપવાની ક્ષમતાની દ્રષ્ટિએ ટોચની રિન્યૂએબલ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીની એક સુઝલોન એનર્જી લિમિટેડ (સ્તોત્રઃ ક્રિસિલનો રિપોર્ટ)એ 11 ઓક્ટોબર, 2022ના રોજ એનો ₹1,200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ખુલવાની જાહેરાત કરી છે.

Tulsi Tanti Chairman Suzlon Group

કંપની રોકડ બદલ 2,400,000,000 આંશિક પેઇડ-અપ ઇક્વિટી શેર્સ સુધી ઇશ્યૂ કરશે, જેમાં રાઇટ્સ ઇક્વિટી શેરદીઠ કિંમત ₹5 છે (જેમાં રાઇટ્સ ઇશ્યૂદીઠ ₹3નું પ્રીમિયમ સામેલ છે) અને કુલ ₹1,200 કરોડ* સુધી ઇશ્યૂ થશે. આ માટે રેકોર્ડ તારીખ એટલે કે મંગળવાર 4 ઓક્ટોબર, 2022ના રોજ લાયકાત ધરાવતા ઇક્વિટી શેરધારકો દ્વારા જળવાયેલા દરેક 21 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર બદલ 5 રાઇટ્સ ઇક્વિટી શેરના રેશિયોમાં એના લાયકાત ધરાવતા ઇક્વિટી શેરધારકોને રાઇટ્સનો આધાર ગણવામાં આવશે. રાઇટ્સ છોડવાની બજારમાં છેલ્લી તારીખ 14 ઓક્ટોબર, 2022 છે.

* સંપૂર્ણ સબસ્ક્રિપ્શન અને રાઇટ્સ ઇક્વિટી શેર સાથે સંબંધિત તમામ કોલ મની મળશે એવું ધારીને.

ઇશ્યૂનું શીડ્યુલ:

રેકોર્ડની તારીખ મંગળવાર, 4 ઓક્ટોબર, 2022
રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સ જમા કરવા માટેની છેલ્લી તારીખ સોમવાર, 10 ઓક્ટોબર, 2022
ઇશ્યૂ ખુલવાની તારીખ મંગળવાર, 11 ઓક્ટોબર, 2022
રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સ બજારમાં છોડવા પર છેલ્લી તારીખ # શુક્રવાર, 14 ઓક્ટોબર, 2022
ઇશ્યૂ બંધ થવાની તારીખ * ગુરુવાર, 20 ઓક્ટોબર, 2022

# લાયક ઇક્વિટી શેરધારકોને એ સુનિશ્ચિત કરવાની વિનંતી છે કે, ઓફ-માર્કેટ ટ્રાન્સફર પ્રક્રિયા એ રીતે પૂર્ણ થાય, જેમાં રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સને બંધ થયાની તારીખે કે અગાઉ છોડનારના ડિમેટ ખાતામાં જમા થાય.

 * અમારું બોર્ડ કે ઉચિત અધિકૃત સમિતિ ઇશ્યૂના ગાળાને લંબાવવાનો અધિકાર ધરાવશે, જે સમયેસમયે નક્કી થઈ શકે છે, પણ ઇશ્યૂ ખુલવાની તારીખ (ઇશ્યૂ ખુલવાની તારીખ સહિત) 30 દિવસથી વધારે નહીં હોય.

વળી ઇશ્યૂ બંધ થયાની તારીખ પછી કોઈ પણ અરજદારને અરજી પાછી ખેંચવાની મંજૂરી નહીં મળે.   પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપે તેમની ભાગદારીની પુષ્ટિ કરી છે તથા તેઓ તેમના રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ સુધી સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ કરશે.

ઇશ્યૂ મારફતે પ્રાપ્ત ફંડનો ઉપયોગ કંપની અને એની પેટાકંપનીઓએ લીધેલા ચોક્કસ બાકી નીકળતા ઋણની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે તેમજ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે થશે, જે અમારા ધિરાણકારો પાસેથી સંમતિને આધિન છે. ઇશ્યૂના લીડ મેનેજર છે – ઇંગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.