Western Times News

Gujarati News

ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, માં જગદંબા ની આધરધનાનો પર્વ એટલે નવરાત્રી.નવરાત્રીનો તહેવારમાં દશ દિવસ માઈ ભક્તો પૂજા અર્ચના કરી ઉજવણી કરતા હોય છે.તો વિવિધ પાર્ટી પ્લોટ,સોસાયટીઓ સહિત શેરી ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે.તો નવરાત્રીની ઉજવણીમાં વિવિધ સમાજાે પણ જાેડાયા છે.ત્યારે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત શ્રી રજૂપત મહિલા ઉત્સવ સમિતિ આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીની શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.નવલા નોરતા નિમિત્તે આયોજિત ગરબા માં ‘તલવાર ગરબા’ નું આયોજન કરવામાં આવતા રાજપૂત સમાજના યુવાન અને યુવતીઓ હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા ઉલ્લેખનીય છે કે બે વર્ષથી કોરોનાકાળ દરમ્યાન દરેક તહેવારોનો રંગ ફીકો પડી જવા પામ્યો હતો.ત્યારે વર્તમાન સમયમાં કોરોનાનો પ્રભાવ નહિવત પ્રમાણે થતા ઉત્સવોનો રંગ ફરી એક વખત જામતો નજરે પડી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.