Western Times News

Gujarati News

નવરાત્રી ઈવેન્ટમાં સલમાનની હાજરીથી ગેલમાં આવ્યા ખેલૈયા

મુંબઈ, દુનિયા સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે નવરાત્રીના તહેવારને ઓળખવામાં આવે છે. નવ દિવસની નવલી નવરાત્રી દરમિયાન ઉત્સાહ અને ઉમંગ અનેરા હોય છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે.

શક્તિ અને ઉપાસનના આ પર્વ દરમિયાન અલગ જ પ્રકારનો ઉત્સાહ જાેવા મળે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે દેશભરમાં ગરબાના ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. મોટી-મોટી ઈવેન્ટ્‌સમાં સેલિબ્રિટીઝ પણ હાજરી પુરાવીને ખેલૈયાઓના જાેશમાં ઓર વધારો કરે છે. બોલિવુડના કલાકારો રણવીર સિંહ અને સલમાન ખાન પણ હાલમાં જ નવરાત્રીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

મુંબઈમાં યોજાયેલી ઈવેન્ટમાં સલમાન ખાનની હાજરી જ ચાર ચાંદ લગાવવા માટે પૂરતી હતી. જ્યારે રણવીર સિંહે પોતાના જ જાેશીલા અંદાજમાં જાેવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને પોઝ આપ્યા હતા અને ત્યાં હાજર ફેન્સને ખુશ કરી દીધા હતા. સલમાનનો ક્રેઝ કેટલો છે તે તેની હાજરીથી જ વર્તાઈ જતું હતું. ગરબાના આયોજકો તરફથી સલમાન ખાનને માતાજીની એક તસવીર ભેટ આપવામાં આવી હતી. સલમાન ખાન કાર્યક્રમમાં ઓલિવ ગ્રીન રંગની ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને આવ્યો હતો.

જ્યારે રણવીર સિંહ લાલ અને પીળા રંગના કુર્તા અને રિપ્ડ જિન્સમાં જાેવા મળ્યો હતો. રણવીર સિંહે કાળા ગોગલ્સ પહેરીને લૂક પૂરો કર્યો હતો. પોતાની એનર્જીથી દરેક કાર્યક્રમમાં પ્રાણ ફૂંકતા રણવીર સિંહે અહીં પણ ધમાલ મચાવી હતી.

રણવીરે પોતાની ફિલ્મ ‘ગલી બોય’ના ગીત અપના ટાઈમ આયેગા પર પર્ફોર્મ કર્યું હતું. ગત રાત્રે યોજાયેલા કાર્યક્રમમાંથી રણવીર સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર ૩’માં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૨૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે.

આ સિવાય ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન પૂજા હેગડે, રામ ચરણ અને શહેનાઝ ગિલ સાથે જાેવા મળશે. રણવીર સિંહની વાત કરીએ તો તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’, કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.