Western Times News

Gujarati News

વિધાનસભા પોડિયમમાં શ્યામજી કૃષ્ણ વર્માના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરાઈ

ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતી ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે વિધાનસભા પોડિયમમાં શ્યામજી કૃષ્ણ વર્માના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી

ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મતિથીએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્ર સમક્ષ. ભાવસભર અંજલિ અર્પણ કરી હતી.

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને ભારત માતાની સ્વતંત્રતા માટેની લડતમાં આગવું પ્રદાન કર્યુ હતું. તેમણે સ્થાપેલા ઇન્ડીયા હાઉસમાં વીર સાવરકર સહિત અનેક ક્રાંતિવીરોએ આશ્રય લઇને મા ભારતીના મુક્તિ સંગ્રામની પીઠીકા રચી હતી.

ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરે ભારત માતાના સપૂત અને કચ્છની ધરાના પનોતાપુત્ર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મતિથી ભાવાંજલિ અર્પણ કરી તે અવસરે વિધાનસભા સચિવાલયના સચિવશ્રી ડી. એમ. પટેલ સહીત  અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓએ પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.