Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં રાવણના ૪૮ ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાશે

(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ઓએનજીસી મેદાન ખાતે રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુત્રનું દહન કરવામાં આવશે ૪૮ ફૂટના રાવણ ૪૫ ફૂટના કુંભકરણ અને ૪૩ ફૂટના મેઘનાથના પૂતળાની તૈયાર કરવામાં આવી રહ્યા છે.અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રીની ઉજવણીમાં વિવિધતામાં એકતા જાેવા મળે છે.

દુર્ગા પૂજાના પર્વની પણ ભક્તિસ પર માહોલમાં ઉજવણી કરાય છે.જ્યારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું આયોજન કરાતું હોય છે. અંકલેશ્વરમાં દશેરાના દિવસે રાવણના ૪૮ ફૂટ ઊંચા કોટડા નું દહન કરવામાં આવે છે.રાજ્યમાં થતા સૌથી મોટા રાવણ દહનનો પૈકીનું એક અંકલેશ્વર ખાતે જ થાય છે.સાથે સાથે ૪૫ ફૂટના કુંભકર્ણ અને ૪૩ ફૂટના મેઘનાથના પૂતળાનું પણ દહન કરી અસત્ય પર સત્યના વિજયના વધામણા કરવામાં આવે છે.

ઓએનજીસી કોલોની ખાતે છેલ્લા ૪૮ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. ઉલ્લેખનીય છે કે આ પૂતળા બનાવવામાં વપરાતા સામગ્રીમાં વિશાળ પૂતળાઓ તૈયાર કરવા માટે ૧૦૦ કિલો પસ્તી,૧૦૦ કિલો નવા કાગળ,૩૫૦ થી વધુ વાંસ અને ૪૦૦ મીટર સાડી સહિત અન્ય સામગ્રી વપરાયુ છે.જે ૪૦ દિવસ અને છ કાર્યક્રમના અથાગ પરિશ્રમ કરી આ પૂતળાને બનાવવામાં આવતું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.