Western Times News

Gujarati News

કૉલેજ ઑફ સાયન્સ દ્વારા ‘નશાબંધી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ) વાપી, આર. કે. દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ,વાપીમાં કોલેજ ઑફ સાયન્સ દ્વારા ગુજરાત સરકારના આબકારી ખાતુ વલસાડ જિલ્લા દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મદિવસના પર્વ નિમિત્તે ‘નશાબંધી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી યોજાઇ હતી.

પ્રસ્તુત કાર્યક્રમમાં Prohibition and Excise Department of Gujarat અંતર્ગત વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિઓ તરીકે ઝેડ. એફ. સિંધી સાહેબ ( સબ ઇન્સ્પેક્ટર ઓફ વલસાડ) , એ. એલ. પટેલ સાહેબ (સબ ઇન્સ્પેક્ટર ઓફ વલસાડ), એ. એસ. પટેલ સાહેબ (ઇન્સ્પેક્ટર) હાજર રહ્યા હતા.

પ્રસ્તુત સેમિનારમાં વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો અને જાગૃતતા લાવવા માટે પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા.આ ઉજવણી નિમિત્તે નશાબંધી જાગૃતતા લાવવા માટે ઝેડ. એફ. સિંધી સાહેબે પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું હતું. પ્રસ્તુત સેમીનાર દ્વારા વિદ્યાર્થીઓને નશાબંધી નિમિત્તે વિસ્તૃત સમજ મળે તેમજ આલ્કોહોલ દ્વારા શરીરને થતા તેમજ સમાજને થતા નુકશાન વિશે જાગૃત કરી શકાય એ હેતુસર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના ઉમદા હેતુ સાથે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાયન્સ ફેકલ્ટીના આચાર્યા ડૉ.અમી ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.