Western Times News

Gujarati News

સુહાનાને સેટ પર મળવા પહોંચ્યા શાહરુખ અને ગૌરી

મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન અને ગૌરી ખાન હાલમાં જ દીકરી સુહાના ખાનને મળવા માટે શૂટિંગના સેટ પર પહોંચ્યા હતા. અહીં નોંધનીય છે કે સુહાના ખાન ફિલ્મમેકર ઝોયા અખ્તરની અપકમિંગ ફિલ્મ ધ આર્ચીઝથી એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહી છે.

ત્યારે જે સ્ટુડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં સુહાના ખાનને મળવા માટે પિતા શાહરુખ ખાન, માતા ગૌરી ખાન અને ભાઈ અબ્રામ પહોંચ્યા હતા. લાંબા સમયથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનના બોલિવૂડ ડેબ્યુની રાહ જાેવાઈ રહી હતી. તે ઝોયા અખ્તરની ફિલ્મ ્‌રી છષ્ઠિરૈીજ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આખરે હવે આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે.

ઝોયા અખ્તરની આગામી ફિલ્મ ધ આર્ચીઝનો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. આર્ચી કોમિક્સના પાત્રો અને વાર્તાનું ભારતીય રૂપાંતરણ આ ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા અને શ્રીદેવી-બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર બોલિવુડમાં પદાર્પણ કરશે.

ઝોયા અખ્તરે ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં આખી કાસ્ટનો રેટ્રો લૂક જાેવા મળ્યો હતો. પોસ્ટરમાં ફિલ્મની કાસ્ટ ૧૯૬૦ના દશકામાં હતા તેવા કપડાંમાં જંગલ વિસ્તારમાં જાેવા મળે છે. ફિલ્મમાં આર્ચી અને તેના મિત્રો વચ્ચેની મિત્રતાની કહાણી જાેવા મળશે.

વિડીયોમાં આ સૌ જંગલમાં પિકનિક પર આવ્યા હોય તેવું ચિત્રણ ઊભું કરવામાં આવ્યું છે. ઝોયાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, જૂના જેવું કશું નથી. તમારી સીટ પકડી લેજાે કારણકે આર્ચીઝ જલ્દી જ નેટફ્લિક્સ પર આવી રહ્યા છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા આર્ચીના રોલમાં જાેવા મળશે.

ખુશી બેટીના પાત્રમાં દેખાશે અને સુહાના વેરોનિકાનું પાત્ર ભજવશે. ફિલ્મમાં ર્ડ્ઢં, મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ પાસેથી સૌને ખૂબ અપેક્ષા છે કારણકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ દિગ્ગજ પરિવારના બાળકો ડેબ્યૂ કરી રહ્યા છે.

ઝોયા અખ્તરે ગત વર્ષે નવેમ્બરમાં ‘દેસી આર્ચીઝ’ની જાહેરાત કરી હતી. હવે ફિલ્મનું ટીઝર આવી ગયું છે ત્યારે ફેન્સને પસંદ આવી રહ્યું છે. ‘ધ આર્ચીઝ’ ઓટીટી પ્લેટફોર્મ પર ૨૦૨૩માં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.