Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં રાજકિય ઉથલપાથલના એંધાણ: નવાઝ શરીફે પુત્રી મરિયમને લંડન બોલાવી લીધી

લંડન, પાકિસ્તાનમાં નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ પાકિસ્તાન છોડીને લંડન જતી રહી છે. મરિયમે આ ર્નિણય લાહોરની ઉચ્ચ ન્યાયાલયે પાસપોર્ટ પરત આપવા માટેના એક આદેશ આપ્યાના ૨૪ કલાકમાં લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મરિયમે ૫ ઓકટોબરથી પાકિસ્તાન છોડી દીધું હતું. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લંડનમાં રહીને પાકિસ્તાનના રાજકારણ પર ચાંપતી નજર રાખે છે. નવાઝ શરીફે પુત્રી મરિયમને લંડન બોલાવી લીધી છે.

ધ એકસપ્રેસ ટ્રીબ્યૂનના એક અહેવાલ અનુસાર પાકિસ્તાનની તહેરીક એ ઇન્સાફ પાર્ટીએ લાંબી માર્ચની તૈયારી કરી છે. પક્ષના સ્થાપક અને વડા પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન લડી લેવાના મૂડમાં છે.

વિવિધ સરકારી એજન્સીઓના એક રિપોર્ટ અનુસાર ઇમરાનખાનની વિશાળ રેલીને સફળતા મળી શકે છે.આ રિપોર્ટના આધારે મરિયમે લંડન જવાનું નકકી કર્યુ હતું. શરીફ પરિવારના મોટા ભાગના સભ્યોએ લંડનમાં આશરો લીધો છે.

આગામી સમયમાં સંભવિત રાજકિય ઉથલાપાથલ થવાની ચિંતાના આધારે મરિયમ નવાઝને પણ લંડન બોલાવી લેવામાં આવી છે. હાલમાં નવાઝ શરીફના ભાઇ શાહબાઝ શરીફ પાકિસ્તાનમાં વડાપ્રધાન પદે છે. શાહબાઝનો પુત્ર હમઝા પિતા સાથે પાકિસ્તાનમાં રહે છે.

રાજકિય નિષ્ણાતોનું માનવું છે કે મરિયમ નવાઝ પાકિસ્તાન મુસ્લિમ લીગના ઉપાધ્યક્ષના મહત્વના હોદ પર છે. પોતાના જ પક્ષની સરકાર ચાલે છે તેમ છતાં દેશ છોડી જવાની ઉતાવળ પાકિસ્તાનમાં આવી રહેલી રાજકિય આંધીના એંધાણ આપે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.