Western Times News

Gujarati News

ડિફેન્સ એક્સપોની મુલાકાત લેવા આ વેબસાઈટ પર ઈ-ટિકિટ વિનામુલ્યે મળશે

ડિફેન્સ એક્સપોના રિહર્સલમાં દિલધડક કરતબ જાેઈ લોકો સ્તબ્ધ-ત્રણ હેલીકોપ્ટરમાંથી દોરડા વડે માર્કોસ કમાન્ડોએ નદીની વચ્ચે બોટમાં ઉતરી ઓપરેશનનું રિહર્સલ

મુલાકાતીઓને પ્રવેશ મા્ટે ઇ-ટીકીટ eventreg.in/registration/visitor  વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. ફોટો, કોઈપણ ફોટો આઈડી તેમજ વેક્સીન સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી

(એજન્સી) અમદાવાદ, ડિફેન્સ એક્સપો ગાંધીનગર અને અમદાવાદ રિવરફ્ન્ટ પર પાંચ દિવસ માટે યોજાઈ રહ્યો છે. ત્યારે પહેલા ત્રણ દિવસ (મંગળ, બુધ, ગુરૂવાર)  બિઝનેઝ વિઝીટર માટે છે.

જ્યારે ચોથો અને પાંચમો દિવસ (શુક્રવાર અને શનિવાર) સામાન્ય જનતા માટે છે. જેમાં ગાંધીનગર ખાતે શસ્ત્રો જોઈ શકાશે, જ્યારે અમદાવાદ રિવરફ્ન્ટ પર સાંજે 4.30 થી 6.30 સુધી સારંગ હેલિકોપ્ટર અને માર્કોસ કમાન્ડો દ્વારા દિલધડક કરતબો બતાવવામાં આવશે.

જેનું રજીસ્ટ્રેશન કરવા માટે eventreg.in/registration/visitor  વેબસાઇટ પર વિનામુલ્યે રજીસ્ટ્રેશન તા. 21 અને 22 (શુક્રવાર અને શનિવાર) માટે ખુલી ગયું છે. જેમાં વિઝીટરે પાસપોર્ટ સાઈઝનો ફોટો, કોઈ પણ એક ફોટો આઈડી કાર્ડ, તેમજ વેક્સીન સર્ટિફિેકેટ અપલોડ કરવું જરૂરી છે.  જો તમે બીઝનેસ વિઝીટર છો તો તમે 18, 19, 20 તારીખે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છે. 

૧૮થી ૨૨ ઓક્ટોબર સુધી યોજાનાર ડિફેન્સ એક્સ્પોની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રિવરફ્રન્ટ પર ત્રણેય સેનાના જવાનોએ દિલધડક કરતબ સાથે રિહર્સલ કર્યું. જેમાં ફ્રી ફોલ એક્ટિવિટીમાં થલસેનાના સ્પેશકલ પેરા કમાન્ડો,

વાયુસેનાના ગરુડ કમાન્ડો અને નૌસેનાના માર્કોસ કમાન્ડો ૮ હજાર ફૂટની ઊંચાઈએથી પ્લેનમાંથી પેરાશૂટ સાથે કૂદીને છૂપાયેલા દુશ્મનને શોધવાની એક્ટિવિટીના દિલધડક કરતબ બતાવ્યા.

તો રિવરફ્રન્ટ પર નેવીના એક સાથે ત્રણ હેલીકોપ્ટરમાંથી દોરડા વડે માર્કોસ કમાન્ડો નદીની વચ્ચે બોટમાં ઉતરી કિનારા પર આવી બચાવ ઓપરેશનનું રિહર્સલ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં તાજ હોટલ ટ્રાઈડન્ટ હોટલ અને અન્ય કેટલાંક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલામાં માર્કોસ (MARCOS-Marine Commandos, abbreviated to MARCOS) કમાન્ડોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. 2008 માં થયેલા તાજ હોટલ પરના હુમલાને માર્કોસ દ્વારા ઓપરેશન બ્લેક ટોર્નેડો નામ આપવામાં આવ્યું હતું.

તો સારંગ હેલીકૉપટર ટીમના હેરતઅંગેજ કરતબોથી રિવરફ્રન્ટ પર હાજર લોકો સ્તબ્ધ રહી ગયા હતા. અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે ૧૮ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન Defexpo 2022નું આયોજન કરાયું છે. ત્યારે ભારતની ત્રણેય સેના દ્વારા રિવરફ્રંફ્ટ ખાતે રિહર્સલ કરાઈ રહ્યું છે.

જેમાં પ્રથમ ફ્રી ફોલ એક્ટિવિટી કરાઈ હતી. જેમાં થલસેનાના સ્પેશકલ પારા કમાન્ડો, વાયુસેનાના ગરુડ કમાન્ડો અને નૌસેનાના માર્કોસ કમાન્ડો ૮૦૦૦ ફૂટની ઊંચાઇએથી પ્લેનમાંથી પેરાશૂટ લઈને કૂદ્યા હતા. દુશમન વિસ્તારમાં છુપાઈને પ્રહાર કરવા માટે સેના દ્વારા આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

ફ્રી ફોલ બાદ નેવીની અન્ય પણ એક્ટિવિટી યોજાઈ હતી. જેમાં એક સાથે જુદા જુદા ૩ હેલિકૉપ્ટર સાબરમતી નદીની ઉપર સ્થિર થયા હતા. નેવીના માર્કોસ કમાન્ડો હેલિકૉપ્ટરમાંથી દોરડા વડે ઉતર્યા હતા અને નદીની વચ્ચે બોટમાંથી પુરઝડપે કિનારે આવી બચાવ ઓપરેશન પાર પાડ્યુ હતું.

નેવીની દિલધડક એક્ટિવિટી બાદ સારંગ હેલિકૉપ્ટર ટીમનુ અત્યંત હેરતઅંગેજ કરતબો યોજાઈ હતી. પુરઝડપે એકબીજાની નજીકથી હેલિકોપ્ટર પસાર થયા હતા. આ ઘટના ત્યાં ઉપસ્થિત લોકોના રુંવાડા ઉભા કરી દે તેવી હતી. આ તમામ દિલધડક કરતબો રોમાંચિત કરી દે તેવી છે.

કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર Defexpo 2022 અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે ૧૮ થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જાેવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે.

Defexpo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor  વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.