Western Times News

Gujarati News

અગસ્ત્ય નંદાને નથી સમજાતી નાના અમિતાભની ફિલ્મો

મુંબઈ, શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદા અત્યારે પોતાના નવા પોડકાસ્ટ શૉને કારણે ચર્ચામાં છે. આ શૉનું નામ છે, What The Hell Navya. આ પોડકાસ્ટમાં તે નાની જયા બચ્ચન અને મમ્મી શ્વેતા બચ્ચન સાથે બેસીને અલગ અલગ વિષય પર વાતચીત કરે છે.

આ વાતચીત દરમિયાન બચ્ચન પરિવારની અનેક રસપ્રદ વાતો પણ જાણવા મળે છે. અપકમિંગ એપિસોડમાં આ ત્રિપુટીએ પોતાના ફેવરિટ પ્રોગ્રામ અને ટીવીમાં શું જાેવાનુ પસંદ કરે છે તેના પર ચર્ચા કરી હતી. આ વાતચીતમાં નવ્યાના ભાઈ અગસ્ત્ય નંદા વિશે પણ મજાની વાતો સામે આવી છે. પોડકાસ્ટ દરમિયાન શ્વેતા અને જયા બચ્ચને જણાવ્યું કે તેમની મનપસંદ ફિલ્મો કઈ છે.

આ સિવાય તેમણે લોકડાઉનમાં શું જાેઈને સમય પસાર કર્યો તે પણ જણાવ્યું. નવ્યાએ જણાવ્યું કે તેણે ટર્કિશ ડ્રામા ખૂબ જાેયા. આ સિવાય તેમણે કોરિયન ડ્રામાની પણ મજા લીધી હતી. ફિલ્મો વિશે વાત કરતા શ્વેતાએ જણાવ્યું કે કરણ જાેહરની ફિલ્મ કભી ખુશી કભી ગમ તેની ફેવરિટ ફિલ્મ છે. આ ફિલ્મ એવરગ્રીન છે. શ્વેતાએ જણાવ્યું કે, તેનો દીકરો અગત્સ્ય પણ આ ફિલ્મ ખૂબ જુએ છે.

શ્વેતા બચ્ચને જણાવ્યું કે, અગસ્ત્યને નાના અમિતાભ બચ્ચનની મોટાભાગની ફિલ્મો સમજાતી નથી, પણ કભી ખુશી કભી ગમ એક એવી ફિલ્મ છે જે તે અવારનવાર જાેવાનું પસંદ કરે છે. આ વાતચીત દરમિયાન જયા બચ્ચને ટાપસી પૂરાવી અને કહ્યું કે, અગસ્ત્ય આ ફિલ્મ મજાક ઉડાવવા માટે જુએ છે.

શ્વેતાએ જણાવ્યું કે, ઘણીવાર જનરેશન ગેપને કારણે ઘણી ફિલ્મો અગસ્ત્ય સમજી નથી શકતો. ઉલ્લેખનીય છે કે નવ્યા નવેલી નંદા અનેક સામાજિક કામો સાથે જાેડાયેલી છે. આ સિવાય તે પિતા સાથે મળીને ફેમિલી બિઝનસને આગળ વધારવા માંગે છે. જ્યારે અગસ્ત્યને એક્ટિંગમાં રસ છે.

ટૂંક જ સમયમાં તેની બોલિવૂડ એન્ટ્રી થવાની છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને બોની કપૂરની દીકરી ખુશી કપૂર પણ જાેવા મળશે.

આ બન્ને અભિનેત્રીઓની પણ આ ડેબ્યુ ફિલ્મ હશે. આ સિવાય વેદાંગ રૈના, મિહિર અહુજા, યુવરાજ મેંદા અને અદિતિ ડોટ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.