Western Times News

Gujarati News

આ કારણસર શાહરૂખ અને અમિતાભના ઘરે નહીં થાય દિવાળીની પાર્ટી

મુંબઈ, બોલિવુડ ઈન્ડ્‌સ્ટ્રીના સેલેબ્સ ભવ્ય રીતે દિવાળીની ઉજવણી કરવા માટે તૈયાર છે. તેની શરૂઆત આયુષ્માન ખુરાના અને પત્ની તાહીરા કશ્યપની દિવાળી પાર્ટીથી થઈ હતી, જેમાં ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. દર વર્ષે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન પણ તેમના ઘરે ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે દિવાળી પાર્ટીનું આયોજન કરે છે.

જાે કે, ગત વર્ષે ડ્રગ્સ કેસમાં દીકરા આર્યન ખાનનો આશરે એક મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર છુટકારો થતાં ‘કિંગખાને’ પર્વની ઉજવણી કરવાનું ટાળ્યું હતું અને પરિવાર સાથે અલીબાગ વેકેશન મનાવવા માટે ગયો હતો.

તો બીજી તરફ અમિતાભ બચ્ચને પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિવાળી પાર્ટી કેન્સલ રાખી હતી. આ વર્ષે પણ તેઓ તેમના ઘરે દિવાળીની પાર્ટી ન રાખવાના હોવાની માહિતી સામે આવી છે. જાે કે, તેઓ અન્ય સેલેબ્સના ઘરે થનારી પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

કરણ જાેહરે પણ આ વખતની દિવાળી પાર્ટી કેન્સલ રાખી છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મમેકરના ઘરે કન્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. અનિલ કપૂર અને સુનિતા કપૂર પાસે પણ પાર્ટીનું આયોજન ન કરવા માટે કારણ છે.

તેમની દીકરી સોનમ કપૂરે હાલમાં જ દીકરાને જન્મ આપ્યો છે, ત્યારે બંનેની હેલ્થ અને કોરોનાને ધ્યાન રાખીને તેમના ઘરે પાર્ટી નથી થવાની. જણાવી દઈએ કે, સુનિતા કપૂરે હાલમાં જ ઈન્ટસ્ટ્રીના મિત્રો માટે તેમના ઘરે કરવા ચોથની ઉજવણીનું આયોજન કર્યું હતું.

જાે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા તેમના અંગત મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. આ સિવાય ફિલ્મમેકર રમેશ તોરાણીના ત્યાં પણ આ વખતે થનારી પાર્ટીમાં સલમાન ખાન, વિકી કૌશલ, કેટરીના કૈફથી રણબીર કપૂર સુધીના સેલેબ્સ હાજર રહેશે. આ બીજીવાર બની રહ્યું છે જ્યારે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનના ઘરે દિવાળી પાર્ટી નહીં થાય. બંને એક્ટર્સ હાલ તો તેમના કામમાં વ્યસ્ત છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરુખ હાલ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમા જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. આ સિવાય તેની પાસે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ છે, જેમાં તેની ઓપોઝિટમાં તાપસી પન્નુ છે તો એટલીની ફિલ્મ ‘જવાન’માં સાઉથ એક્ટ્રેસ નયનતારા સાથે રોમાન્સ કરતો દેખાશે.

બીજી તરફ, અમિતાભ બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુડબાય’માં જાેવા મળ્યા હતા, જેને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેઓ હવે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઊંચાઈ’ તેમજ ફિલ્મ ‘ગણપથ’માં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.