Western Times News

Gujarati News

યાત્રાધામ શામળાજીમાં કાર્તિકીના ભવ્ય લોકમેળામાં લાખ્ખો ભક્તોનો મહેરામણ ઉમટ્યો

 

આજે કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમ દર વર્ષની આ વર્ષે પણ હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી.ભરાય છે મેળામાં રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ થી લાખો ભક્તો કાળિયા ઠાકોર ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજયભરમાથી ખૂબ મોટો ભકત સમુદાય ઉમટી પડી કાળિયા ઠાકરનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિકો મેશ્વો નદીમાં આવેલ પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી પિતૃ ઋણથી મુક્ત થઈં ધન્ય બન્યાં હતા

યાત્રાધામ શામળાજીમાં આવેલ નાગધરા કુંડમાં સ્નાનનું આગવું મહત્વ છે આસપાસનો આદિવાસી અને રાજસ્થાનથી આવતા શ્રદ્ધાળુઓ ચૌદશ ના દિવસે રાત્રી જાગરણ કરી પૂનમ ના દિવસે સવારે નાગધરા કુંડમાં સ્નાન કરે છે અહીં આ કુંડ માં સ્નાન કરવાથી તેમના ગત થયેલા પિતૃઓને મોક્ષ મળેછે એવી વર્ષો પુરાણી માન્યતા રહેલી છે નાગધરા કુંડ પાસે પૂજારીઓ દ્વારા પૂજાવિધિ કારાવેછે આજના દિવસે ભક્તો પૂજાવિધિ દ્વારા ભૂત પ્રેત વળગાડ વગેરે દૂર થાય છે એવી માન્યતા રહેલી છે જેને લઈ આજે પણ વહેલી સવારથી જ આ કુંડમા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી પરંપરાગત સ્નાન કર્યું હતુ.

કારતક મહિનામાં ભારતભરમાં ચાર સ્થાનો પર કાર્તિકીના ચાર મેળા યોજાય છે તેમાનો એક યાત્રાધામ શામળાજીમાં યોજાય છે .આજે વહેલી સવાર થિ જ દુરદૂરથી લાખો ભક્તો ભગવાન કાળિયા ઠાકોર ના દર્શને આવેછે અને ધન્યતા અનુભાવેછે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો ને દર્શન અને પ્રશાદ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવીછે

 પાંચ દિવસ ચાલનારા કાર્તિકી મેળામાં લખો ભક્તો ભગવાન શામળિયા ના દર્શન કરી ધન્યતા અનુભવેછે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા પણ અવ્યવસ્થા ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મેળા દરમિયાન દર વર્ષની જેમ આ વષે પણ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રશ્ત દ્રારા મેળામાં આવતાં ભક્તોની સુવિધા વ્યવસ્થા કરાઈ હતી.

 શામળાજીનાં કાર્તિકી મેળાનો મોટો મહિમા હોઇ અરવલ્લી સાબરકાંઠા જીલ્લા ઉપરાંત રાજસ્થાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશના યાત્રાળુઓ પણ આ મેળામા ઉમટતા હોઇ આ મહીંનામ શામળાજી તીર્થભૂમિ યાત્રાળુઓથી સતત ઉભરાય છે.સ્થાનિકો માટે ..ખાસ અહીંના આદિવાસી ભાઇ બહેનો માટે આ લોકમેળો અદના ઉમંગ ઉત્સાહનો અવસર બની રહે છે.કાળિયા ઠાકર તેમનાં ઇષ્ટ દેવ હોઇ સ્થાનિકોમા

આ મેળાનો અનોખો મહિમા છે.ઍક જમાનામાં ગવાતું ..શામળાજીનાં મેળે રમઝણીયું..રે..પેઝણીયું..બાજે નું લોકપ્રિય લોકગીત આજે ભલે ન ગવાતું હોય પણ આ મેળે એની સ્મૃતિ થયાં વીના રહેતી નથી. સ્થાનિકો આ દિવસોમાં પોતાના ખેતરે પકવતા આદું,લસણ,લીલી હળદર,શેરડી વગેરે લઇ અહી હાટડી માંડી વેચાણ કરવા આવે છે જેની ખરીદી શહેરીજનો અને મેળામાં આવતાં લોકો ખાસ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.